Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

જાણો એવા માર્કેટ વિશે, જ્યાં એક લાખનું બાઈક 30 હજારમાં મળી જાય!

ભારતમાં કોરોના સંકટના કારણે મોટર વાહન ઉદ્યોગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે. જેની સામે લડવા માટે વાહન કંપનીઓ અલગ-અલગ રીતે યોજનાઓ અપનાવી રહ્યુ છે. હાલમાં જ વધતી મંદી વચ્ચે વેચાણને પ્રોત્સાહન આપવા માટે CredR એ એક બાયોટેક યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત દ્વિચક્રી સેગમેન્ટમાં પ્રકારની યોજનાને જાહેર કરવામાં આવી છે. જો તમે મોંઘી અને શાનદાર બાઈક ચલાવવાના શોખીન છો પરંતુ તમે તે ખરીદી શકતા નથી તો તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે તે તમામ મોડલ્સની બાઈક ખરીદી શકો છો જેને તમે ચલાવવા ઈચ્છો છો. આજે અમે તમને દિલ્હીના એવા કેટલાક બજારના નામ જણાવીશું જ્યાંથી તમે સેકન્ડ હેન્ડ બાઈક મેળવી શકો છો અને તમારી ઈચ્છા પૂરી કરી શકો છો. આ માર્કેટમાં તમને ૧ લાખ રૂપિયાની બાઈક ૩૦ હજાર રૂપિયા સુધીમાં મળી જશે.

આ બજારમાંથી ખરીદી કરતાં પહેલાં રાખો આ સાવધાની

દિલ્હીના બાઇક માર્કેટમાં બાઇક ખરીદતી વખતે કેટલીક ચીજોનું ખાસ ધ્યાન રાખવું. ઉદાહરણ તરીકે, ૪ વર્ષથી વધુ જૂની અથવા ૩૦ હજાર કિ.મી.થી વધુ ચાલેલી બાઇક ન ખરીદો. કારણ કે આવી બાઇક ડબલ-સ્ટાન્ડર્ડ હોય છે અને માઇલેજ ખૂબ ઓછી આપતી હોય છે. ખરીદતા પહેલા એક પરીક્ષણ રાઇડ લઈને બાઈકની કંડીશનની ખાતરી કરો. જો તમને બાઇક ગમે છે તો ૨-૩ મોડેલો ચકાસી લો.

દિલ્હીમાં જાણીતા છે આ માર્કેટ

દિલ્હીમાં સેકન્ડ હેન્ડ બાઇક બજારો કરોલ બાગ, સુભાષ નગર, લાજપત નગર અને ગીતા કોલોનીમાં આવેલા છે. અહીં તમારી પાસે સેકન્ડ હેન્ડ સ્કૂટી, સેકન્ડ હેન્ડ સ્પોર્ટ્સ બાઈક, સેકન્ડ હેન્ડ બુલેટ, પલ્સર, હાર્લી ડેવિડસન બધી બ્રાન્ડની બાઇક ખરીદી શકાય છે. આ માર્કેટમાં તમને ૧ લાખ રૂપિયાની બાઈક ૩૦ હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે.

જાણો કઈ કિંમતમાં મળશે કયા ટૂ વ્હીલર

બે વર્ષ જૂનું ડ્યુક ૩૯૦ સીસી જેની મૂળ કિંમત ૨.૨૦ લાખ રૂપિયા છે, તો તમને ૧ લાખની નજીક મળશે. એટલે કે સીધી અડધી કિંમતમાં. તે જ સમયે જ્યારે ઓછા બજેટ બાઇકની વાત કરવામાં આવે છે, ત્યારે તે ૧૫ હજારથી શરૂ થાય છે. આમાં સ્પ્લેન્ડર, પ્લેટિના, તમામ પ્રકારની બાઇક મળી રહે છે. આ ઉપરાંત, સ્કૂટી ૧૫ હજારની રેન્જથી શરૂ થાય છે.

વેચાણમાં હજુ લાંબા સમય સુધી વધારો જોવા મળશે નહી

CredRના Chief Startegy ઓફિસરે કહ્યુ કે, દ્વિચક્રી વાહન બજારમાં આ રીતની પેશકશ કરનારી પ્રથમ કંપની છે. જણાવી દઈએ કે, દેશમાં ખતરનાક બીમારી કોરોના સંકટને કારણે ૫૭ દિવસ બાદ ફરીથી ડીલરશિપને ખોલી દેવામાં આવ્યુ છે. જોકે, વર્તમાનમાં જે પરિસ્થિતિ છે, તેમાં વાહનોના વેચાણમાં હજુ લાંબા સમય સુધી વધારો જોવા મળશે નહી. આ જ કારણ છે કે, વાહન નિર્માતા કંપની અને ડીલરશીપ પોતાના પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ અને અન્ય ફાયનાન્સ સ્કીમની હેઠળ તરત જ ગ્રાહકોને આકર્ષિત કરવામાં લાગી ગઈ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

વાયુ પ્રદૂષણને અટકાવવાનો પ્રયાસ:રાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે, ઇ-રીક્ષા માટે રૂ.48000ની આર્થિક મદદ મળશે

Nikitmaniya

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભારે ઘટાડો! જાણો આપના શહેરમાં કેટલું થયું સસ્તું

Nikitmaniya

ખેતીની જમીન ખરીદવા SBI આપે છે 85 ટકા સુધીની લોન, જાણો લોનના નિયમો અને શરતો

Nikitmaniya