Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Today Rashifal:- તારીખ 9 નવેમ્બર 2020નું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ

તારીખ 9 નવેમ્બર 2020, સોમવારના દિવસે કર્ક રાશિના જાતકો પાસે આજે એક નહીં પણ ઘણાં કામ હશે. ઘર અને કાર્યક્ષેત્ર એમ બંને જગ્યાઓએ. તમારે આ બંને બાબતોમાં સંતુલન રાખવાની જરૂર છે. આવું કરશો તો તમારા પરિવાર અને કાર્યક્ષેત્રે વિવાદની કોઈ સંભાવના રહેશે નહીં. જો તમે વ્યવસાય કરો છો તો આજે સહયોગીઓ અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં તમારી મદદ કરશે.

મેષ

તમારો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે અને કદાચ તમારા આ કામમાં બચ્ચે અવરોધ પણ આવી શકે તેમ છે. તમે આજે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આજે તમારી અચાનક કોઈ જૂના મિત્રની સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. નસીબ 60 ટકા સાથ આપશે.

વૃષભ

આજે વ્યસ્ત રહેશો અને સાથે-સાથે આજે તમને કામમાંથી થોડી રાહત પણ મળશે. આ સમય દરમિયાન તમે તમારા અધૂરા કાર્યોને પૂરા કરવાનો પ્રયાસ કરશો. જો તમે વ્યવસાય કરો છો તો આજનો દિવસ વ્યસ્ત રહેશે. ભાગીદારીમાં કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા એકવાર વિચાર કરવો. નસીબ 65 ટકા સાથ આપશે.

મિથુન

સોમવારના દિવસે તમારા અનેક પ્રકારના કાર્યો પૂરા થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈપણ કાર્યમાં ઉતાવળ કરશો નહીં. કાળજીપૂર્વક તમારા કાર્યોની યાદી બનાવો અને જુઓ કે પહેલા કયા કાર્યો પર કામ કરવાની જરૂર છે. તે કાર્યો માટે પહેલા સમય આપો. આજે તમારે વ્યવસાય સંબંધિત કોઈ મીટિંગમાં જવું પડી શકે છે. માટે કોઈપણ કામ બાકી રાખશો નહીં. નસીબ 59% સાથ આપશે.

કર્ક

આજે તમારી પાસે એક નહીં પણ ઘણાં કામ હશે. ઘર અને કાર્યક્ષેત્ર એમ બંને જગ્યાઓએ. તમારે આ બંને બાબતોમાં સંતુલન રાખવાની જરૂર છે. આવું કરશો તો તમારા પરિવાર અને કાર્યક્ષેત્રે વિવાદની કોઈ સંભાવના રહેશે નહીં. જો તમે વ્યવસાય કરો છો તો આજે સહયોગીઓ અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં તમારી મદદ કરશે. નસીબ 62% સાથ આપશે.

સિંહ

આજે તમારે તમારા વાહનની યોગ્ય જાળવણી કરવી પડશે. આજે પરેશાન થશો નહીં અને શાંત મનથી કામ કરો. જો તમે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તમને આજે તક મળી શકે છે. જો તમે સેવાક્ષેત્રે નોકરી કરો છો તો આજે તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં તમારું માન-સન્માન વધશે. નસીબ 64% સાથ આપશે.

કન્યા

સોમવાર તમારા માટે ખૂબ વ્યસ્ત છે. પરંતુ, આ બધાની વચ્ચે તમારી પારિવારિક જવાબદારીઓને ભૂલશો નહીં. ધ્યાનમાં રાખો કે પરિવાર સાથે હોય ત્યારે ગમે તેટલી મુશ્કેલી પણ દૂર થઈ જાય છે. બધો તણાવ દૂર થઈ જાય છે. માટે પરિવારની સંભાળ રાખો. રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલા મહેરબાની કરીને એકવખત વડીલોનો અભિપ્રાય લેવો જોઈએ. નસીબ 57% સાથ આપશે.

તુલા

આજે તમારી નોકરીની સમસ્યાઓ દૂર થશે. આજે આખો દિવસ તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો નહિંતર વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહેશે. આજે સ્નેહીજનો પણ તમારી ફરિયાદ કરશે. તેઓને પૂરતો સમય આપવો જરૂરી છે. પોતાની જવાબદારીઓ નિભાવવામાં મોડું કરશો નહીં. જો તમે યોગ્યરીતે કાર્ય કરશો તો સ્નેહીજનો માની જશે. નસીબ 55% સાથ આપશે.

વૃશ્ચિક

તમે નવી નોકરીમાં જોડાયા છો તો આ સ્થિતિમાં તમારો કામ સંબંધિત તણાવ વધશે. તમારે આજે કેટલીક નવી જવાબદારીઓ નિભાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખરીદીનો ભાર વધશે એટલે સમજદારીથી ખર્ચા કરો. આગામી સમયમાં જો તમારે પૈસાની જરૂર હોય તો તમારે કોઈની પાસેથી ઉધાર લેવાની જરૂર નથી. સાસરિયા તરફથી કોઈ બાબતે તણાવ થઈ શકે છે. નસીબ 61 ટકા સાથ આપશે.

ધન

આજે ઘરની જવાબદારીનો ભાર તમારા ખભા પર આવી શકે છે. કોઈપણ ચિંતા વિના તમારે તેની યાદી તૈયાર કરવી જોઈએ. પછી તે એક પછી એક પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પોતાને સારા દેખાડવા માટેના ખર્ચામાં વધારો થશે. ભાઈ-બહેનનો એકબીજા પ્રત્યેનો સ્નેહ વધશે અને વિવાહિત જીવન સુખી રહેશે. બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. નસીબ 72 ટકા સાથ આપશે.

મકર

જો તમે ઘરેથી કામ કરશો તો આજે તમારો આખો દિવસ વ્યસ્ત રહેશે. પરંતુ કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ તમને આજે ઓફિસ બોલાવી શકે છે. તમારે આ કામ માટે જવું પડશે. વાહન ચલાવતી વખતે કાળજી રાખજો. જેના કારણે અકસ્માતથી બચી શકાય. જમવાનું બનાવતી વખતે ધ્યાન રાખજો. ભોજનમાં સંયમ રાખજો. સાંજે તમે કોઈ ધાર્મિક પ્રસંગમાં જઈ શકો છો. નસીબ 54 ટકા સાથ આપશે.

કુંભ

આજે ઓફિસ સંબંધિત કામને લઇને મનમાં ચિંતા રહી શકે છે. વિદેશમાં રહેતા સંબંધી તરફથી સારા સમાચાર મળશે. આજે તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને ખૂબ સારી ડીલ થઈ શકે છે. આવકના સાધનોમાં વધારો થઈ શકે છે. વૃદ્ધો અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. પ્રવાસનો યોગ છે. મહિલાઓ તરફથી ભેટ મળી શકે છે. નસીબ 80 ટકા સાથ આપશે.

મીન

સોમવારનો દિવસ તમારું ભાગ્ય વધારશે. તમને આકસ્મિક ધનલાભ પણ થશે. વિદેશ જવા ઇચ્છતા લોકોના ચાલુ પ્રયાસો સફળ થશે. પરિવારના સભ્યોમાં આજે મનભેદની સ્થિતિ સર્જાઈ શકે છે. ધાર્મિક કાર્યો અથવા મુસાફરી પાછળ પૈસા ખર્ચાશે. નોકરી કરતા લોકો અને વ્યાવસાયિકો માટે આજનો દિવસ સારો છે. તમારા પ્રમોશનનો યોગ છે. નસીબ 76 ટકા સાથ આપશે. -આચાર્ય કૃષ્ણદત્ત શર્મા

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal:- આ રાશિજાતકો માટે મંગળવાર નો દિવસ છે ખૂબ જ લાભદાયક, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને આ યાદીમા?

Nikitmaniya

પવિત્ર પુરુષોત્તમ માસમાં પૂજા પાઠમાં ધ્યાન રાખો 10 વાતો, નહીં તો થશે અનર્થ

Nikitmaniya

Rashifal: ટૈરો રાશિફળ : મેષથી લઈ મીન રાશિના જાતકો માટે કેવો છે આજનો દિવસ જાણો એક ક્લિક પર

Nikitmaniya