જન્માષ્ટમીનો તહેવાર હિંદુઓ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. દેશમાં ધામધૂમથી 12 ઓગસ્ટના રોજ ઉજવાશે. જન્માષ્ટમીના દિવસે કેટલીક ખઆસ વસ્તુઓની ખરીદી કરી લેવામાં આવે તો તે શભદાયી સાબિત થાય છે. આ ખાસ વસ્તુઓ રોજિંદા વપરાશમાં પણ તમારા માટે લાભદાયી રહે છે. જન્માષ્ટમીના દિવસે તેની ખરીદીથી બાલગોપાલ તમારા પર પ્રસન્ન થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓમાં રાહત મળી રહેશે. આ 5 વસ્તુઓમાં ખાસ કરીને ચંદન, મધ, ગાયનું શુદ્ધ ઘી, બાલગોપાલનો ફોટો અને વાંસળીનો સમાવેશ કરાયો છે. જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ખરીદી લાવશો તે તેમને પ્રગતિ તરફ લઈ જશે.

image source

જન્માષ્ટમીએ કાન્હાની ભક્તિ સાથે મેળવો પુણ્ય

ઘરે ખરીદી લાવો 7માંથી કોઈ પણ 1 વસ્તુ

નહીં રહે ઘરમાં ધનની અછત

ગાયના દૂધનું ઘી

image source

ભગવાન શ્રીકૃષ્ણને ગાય પ્રિય છે. કહેવાય છે કે ઘરમાં ગાયના દૂધથી બનેલું શુદ્ધ ઘી લાવવું જોઈએ. નિયમિત રીતે તેનું સેવન કરવું. તેનાથી શક્તિ મળે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. ઘરમાં સાંજે આ ઘીનો દીવો કરવો. પૂજામાં પણ તેનું ખાસ મહત્વ રહે છે.

મધ

image source

ઘરની રસોઈમાં જો મધ ન હોય તો જન્માષ્ટમીએ ખરીદી આવો. મધને ઘરમાં વાસ્તુદોષને નષ્ટ કરનારું માનવામાં આવે છે. પૂજામાં દરેક દેવી દેવતાઓને તે અર્પણ કરાય છે. તેનો ભોગ પણ ચઢાવાય છે.

વાંસળી

image source

ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં વાંસળી હોય છે ત્યાં ધન અને પ્રેમની ખામી આવતી નથી. આ સાથે જ ઘરમાં કંકાસ પણ રહેતો નથી. વાસ્તુ અનુસાર પણ તેને ઘરમાં રાખવાથી લાભ થાય છે.

ચંદન

image source

ઘરમાં ચંદનનું હોય તેને શુભ ગણવામાં આવે છે. ચંદનની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. દરેક દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનું ખાસ મહત્વ હોય છે. ચંદનનું તિલક કરવાથી મનને શાંતિ મળે છે.

બાલ ગોપાલ

image source

જો તમે તમારા સંતાન સુખને લઈને ચિંતિત છો તો ઘરની દિવાલ પર બાલ ગોપાલનો ફોટો લગાવો. ઘરની દિવાલો પર કાન્હાનો ફોટો લગાવવાથી તમારી મનોકામના પૂરી થઈ શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube