તારીખ ૧૬-૧૧-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિક માસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- પ્રતિપદા(એકમ) ૦૭:૦૮ સુધી. દ્વિતીયા(બીજ) ૨૭:૫૯ સુધી

વાર :- સોમવાર

નક્ષત્ર :- અનુરાધા ૧૪:૩૮ સુધી.

યોગ :- અતિગંડ ૧૯:૧૨ સુધી.

કરણ :- બવ ૦૭:૦૫સુધી. બાલવ ૧૭:૩૦ સુધી. કૌલવ ૨૭:૫૯ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૧

સૂર્યાસ્ત :-૧૭:૫૬

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

સૂર્ય રાશિ :- તુલા ૦૬:૫૫ સુધી. વૃશ્ચિક ૦૬:૫૫ થી ચાલું.

વિશેષ :- વિક્રમ સંવત ૨૦૭૭, પરીધાવી નામ સંવત્સરઆરંભ,મહાવીર જૈન સંવત્સરી પ્રારંભ ૨૫૪૭, દિવાળી પડવો,અભ્યંગ સ્નાન દ્વિતીયા નો ક્ષય છે. ભાઇબીજ,યમદ્વિતીયા, ભરત દ્વિતીયા.

વૃશ્ચિક સંક્રાંતિ પુણ્યકાળ ૦૬:૫૫ થી૧૩:૧૭ સુધી.

વાઘબારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા

મેષરાશિ

નવું વર્ષ આપને લાભદાયી રહે. આપને ચિંતાનું આવરણ હોય. વિશેષ જવાબદારી યુક્ત દિવસ છતાં સ્વમાન,સન્માન યુક્ત પસાર થાય.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૩

વૃષભ રાશી

નવું વર્ષ આપને લાભદાયી રહે. આપને સામાજિક તેમજ સંતાનની ચિંતા માં રાહતના સમાચાર મળે.દાંપત્યજીવનમાં પ્રસન્નતા.સ્નેહીથી મુલાકાત.

શુભ રંગ:-વાદળી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

નવું વર્ષ આપને લાભદાયી રહે. આપને નવું મકાન વાહન ઉપલબ્ધ થવાની શક્યતા.સામાજિક સન્માન મળે.સંતાનની પ્રગતિ. અકસ્માતથી જાળવવું.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

નવું વર્ષ આપને સારી રીતે વીતે. આપને મિત્રોનો સહયોગ મળે. પરંતુ તેમની આદત થી ચેતવું. ભાઈ-ભાંડુ માં સાનુકૂળતા. આકસ્મિક કોઈ કામ આવવાની સંભાવના.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૫

સિંહરાશિ

નવું વર્ષ આપને પૂર્ણ રીતે લાભદાયી રહે.આપ ને સન્માન મળે.ગૃહજીવનમાં પ્રસન્નતા, સાનુકૂળતા.સ્નેહી મિત્ર થી આર્થિક લાભ મળવાની સંભાવના. સંતાનની પ્રગતિ સંભવ.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૯

કન્યારાશિ

નવું વર્ષ આપને ફળદાયી રહે. આપને સામાજિક જવાબદારી અદા કરવી પડે.પ્રવાસની સંભાવના.સંતાનની ચિંતા રહી શકે.આકસ્મિક કામની જવાબદારી આવી પડે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૭

તુલા રાશિ

નવું વર્ષ આપને શુભ તથા લાભકારી રહે.આર્થિક વિટંબણા હોય ધીરજ રાખવી.ગૃહજીવનના પ્રશ્નોમાં જતું કરવું.માન-સન્માન પ્રાપ્ત થવાની સંભાવના.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

નવું વર્ષ આપને પ્રગતિકારક રહે. સામાજિક પ્રશ્નો થોડી ચિંતા રખાવે.મિત્રોનો સહયોગ મળે વિવાહની વાત સફળ બને. આર્થિક સાનુકૂળતા બને.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૧

ધનરાશિ

નવો વર્ષ આપને લાભપ્રદ રહે. આપને આજે ધાર્મિકયાત્રા સંભવ રહે.કેટલાક કૌટુંબિકપ્રશ્ન હોઇ શકે છે.નવા મકાન વાહનની વિચારણા સંભવ રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૨

મકર રાશિ

આપને નવું વર્ષ શુભ રહે. પરિવાર તરફથી સાનુકૂળતા પ્રાપ્ત થાય.સંતાન અથવા તેમના મિત્રો થી થોડી ઉલજન રહે.ભાગ્ય યોગે આકસ્મીક કોઈ કામ આવી પડે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૩

કુંભરાશિ

નવું વર્ષ આપને લાભદાયક રહે. સંતાનથી સાનુકૂળતા મળે. વ્યાવસાયિક પ્રશ્ન સતાવે.આર્થિક ચિંતા.મકાન,વાહન અંગેના કામ થવાની સંભાવના.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૯

મીન રાશિ

નવું વર્ષ આપને શુભ રહે. પારિવારિક,દાંપત્યજીવન સુખમય રહે.ભાઈભાંડુ નો સહયોગ. પ્રવાસની સંભાવના.સંતાન અંગે ચિંતાનું આવરણ રહી શકે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૬

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube