જો તમે ખેતી માટે જમીન ખરીદવા માંગતો હોવ અને તમારી પાસે ખેતીની જમીન ખરીદવા માટે નાણા ના હોય તો હવે ચિંતા ના કરશો. તમારી આ સમસ્યાનો ઉકેલ લઈને આવી છે SBIના ટુંકા નામે ઓળખાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા. ભારતની સૌથી મોટી સરકારી બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખેડૂત ખાતેદારો માટે ખેતીની જમીન ખરીદવાની યોજનાના નામે આ સુવિધા લાવી છે.  આ યોજના મુજબ કૃષિલાયક જમીનની કિંમતના 85 ટકા લોન બેંક આપશે. જો કે તમારે લોનના નાંણા 7થી 10 વર્ષમાં બેંકને પરત ચૂકવી દેવા પડશે. બેંકને લોનના નાણાં ચૂકવી દીધા બાદ ખરીદેલી જમીન ઉપર તમારો પૂરેપૂરો અધિકાર હશે. આ યોજનાનો હેતુ નાના ખેડૂતો અને જમીન વિહોણા ખેતમજૂરોને ખેતી યોગ્ય જમીન ખરીદવા માટે પ્રોત્સાહીત કરીને તેમને વધુ પગભર કરવાનો છે.
SBI's scheme for farmers

લોન માટેના નિયમો અને શરતો.
– લોન લેવા અરજી કરનાર ઉપર કોઈ પણ પ્રકારે દેવુ ના હોવુ જોઈએ.
-લોન લેવા માંગનારે કોઈ પણ લોન ચૂકવવામાં બે વર્ષ સુધી કોઈ જ ચૂક ના કરી હોવી જોઈએ.
– અન્ય બેંકના ખાતેદાર પણ લોન માટે અરજી કરી શકે છે.
– અન્ય બેંકના ખાતેદાર જે તે બેંકની કોઈપણ પ્રકારે બાકી રકમ કે દેવાદાર ના હોવા જોઈએ.
– અરજી કરનારને ખેતીની ખરીદવા માંગતા જમીનના 85 ટકા પરંતુ વધુમાં વધુ 5 લાખ સુધીની રકમ મળશે
-ખેતીની જમીનના 85 ટકા માટે બેંક જ જમીનની મૂળ કિંમત નક્કી કરશે
-અઢી એકરથી નાની સિચાઈયુક્ત જમીન વાળા ખેડૂત પણ લોન માટે અરજી કરી શકશે.
-જમીન વિહોણા ખેડૂત પણ આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે.
-પાંચ એકરથી ઓછી સિંચાઈની સુવિધા ન હોય તેવા ખેતર ધરાવતા ખેડૂત પણ અરજી કરી શકે છે

SBI will help for agricultural land

યોજનાના ફાયદા
આ યોજનામાં બે વર્ષ સુધીનો સમયગાળો મુક્ત રહેશે
જમીન ખરીદનાર ખરીદેલી જમીન ખેતીલાયક કરી શકે તે માટે 2 વર્ષનો સમયગાળો છે
જમીન ઉપર ઉપજ પાકે તેની પહેલાના બે વર્ષ સુધી કોઈ જ હપ્તા નહી ચૂકવવાના
ખરીદેલી જમીનમાં ખેત ઉત્પાદન શરુ થયા બાદ 9-10 વર્ષ સુધી છ માસિક હપ્તામાં લોનના હપ્તા ચૂકવી શકે છે
જો જમીન વિકસીત હોય તો ફ્રિ ટાઈમ બે વર્ષને બદલે એક વર્ષનો રહેશે.
જો ખરીદેલી જમીન ખેતી લાયક ના હોય તો ફ્રિ ટાઈમ બે વર્ષનો રહેશે

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube