ભારતમાં અનેક મંદિરો છે. દરેક મંદિરોમાં નાનું-મોટું દાન સ્વીકારવામાં આવે છે. આ મંદિરમાં દાન સેવાકીય કાર્યોમાં વપરાય છે અને મંદિરના કામમાં વપરાય છે. પરંતુ ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. તેમ છતાં અહીં અસંખ્ય ભક્તોને મફતમાં ભોજન આપવામાં આવે છે.
અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ પાસે આવેલ વીરપુરના જલારામ બાપાના મંદિરની. અહીં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકોને પ્રવેશ અપાય છે. આ મંદિર આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે.
જલારામ બાપાના અનોખા પરચાને કારણે તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જલારામ બાપાનો જન્મ વિક્રમ સવંત 1856 ના કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપાને બાળપણથી જ પ્રભુભક્તિ અને સંતો મહંતોની સેવા કરવી પસંદ હતી. જલારામ બાપા ભૂખ્યાને ભોજન કરાવતા. તેમણે વિરપુરમાં સદાવ્રત ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ જ છે.
જલારામ બાપાના મંદિરે દર્શન કરવા આવતા ભક્તો જલારામ બાપાના ચરણોમાં જો કોઈપણ રકમ મુકે, તો ત્યાં ઉભેલા સ્વયંસેવકો તેમને ખૂબ જ નમ્રતાથી તે રૂપિયા પરત કરી દે. જો અહીં આવવાની માત્ર બાધા રાખવાથી પણ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મનોકામના પૂર્ણ થયા પછી પણ કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. અહી એક પણ દાન પેટી નથી.
તમને વિચાર આવતો હશે કે, કોઈપણ પ્રકારનું દાન લીધા વગર આવડું મોટું અન્નક્ષેત્ર કઈ રીતે ચાલી શકે?? અહીં ભૂતકાળમાં ભક્તો એટલું બધું દાન આપ્યું છે કે 9 ફેબ્રુઆરી, 2000 પછી ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને બીજું ઘણું બધું દાન આવતું હતું. એ દાનથી સો વર્ષ સુધી આમ જ અન્નક્ષેત્ર ચાલુ રહેશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.