કોરોના કાળ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 13મી સીઝન શરૂ થતા પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સને એક પછી એક મોટા ઝટકા લાગ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમના લગભગ 12 સભ્યોને કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) એ મોટો ખુલાસો કર્યો છે.

બીસીસીઆઈ(BCCI) એ આ વાતની પુષ્ટિ કરી છે કે આઈપીએલ 2020 માટે જે ટીમો યુએઈ પહોંચી છે તેમાંથી 2 ખેલાડીઓ સહિત કુલ 13 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. બીસીસીઆઈ મુજબ 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે દરેક ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ટીમ મેનેજમેન્ટ, બીસીસીઆઈ સ્ટાફ, આઈપીએલ ઓપરેશનલ ટીમ, હોટલ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટાફ સહિત 1 હજાર 988 કોવિડ ટેસ્ટ થયા છે. જેમાં 2 ખેલાડી સહિત 13 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

માહિતી મુજબ કોરોના ચપેટમાં આવેલ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના સંપર્કમાં જે પણ વ્યક્તિ આવી હતી તેણે આઇસોલેટ કરવામાં આવી છે. આઈપીએલની મેડિકલ ટીમ તેમની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની ચપેટમાં આવનારા ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ચેન્નાઈ સુપર કિંગ્સના છે. અને સૂત્રો મુજબ કોરોના સંક્રમિત બે ખેલાડી બોલર દીપક ચહર અને બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ છે. જો કે, બીસીસીઆઈ તરફથી હાલ આ અંગે અને ખેલાડીઓના નામની પુષ્ટિ કરવામાં આવી નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube