ભારત, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, કોલંબિયા, દક્ષિણ આફ્રિકા અને રશિયા જેવા 6 દેશોમાં એપલ એપ સ્ટોર પોતાના ચાર્જમાં વધારો કરવા જઈ રહી છે કંપની
ઇક્વેલાઇઝેશન લેવી એ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે જે ડિજિટલ ટ્રાંઝેક્શન દ્વારા કરવામાં આવતી કમાણી પર વિદેશી ટેક કંપનીઓ પાસેથી લેવામાં આવે છે. એ જ રીતે, ઇન્ડોનેશિયામાં દેશની બહાર સ્થિત ડેવલપર્સે 10 ટકા નવો ટેક્સ ચૂકવવો પડશે.
એપલે કહ્યું, ‘જ્યારે ટેક્સ અથવા ફોરેન એક્સચેન્જ રેટ બદલાય છે, ત્યારે કેટલીકવાર અમારે એપ સ્ટોર પર કિંમતોને અપડેટ કરવાની જરૂર પડે છે. આગામી કેટલાક દિવસોમાં એપ સ્ટોર પર એપ્લિકેશનો અને ઇન-એપ્લિકેશન ખરીદી (ઓટો રિન્યુઅલ સબ્સ્ક્રિપ્શન્સને બાદ કરતા)ના ભાવ બ્રાઝિલ, કોલંબિયા, ભારત, ઇન્ડોનેશિયા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં વધશે.’
કંપનીએ કહ્યું કે નવી કિંમતો જાણવા માટે યૂઝર્સે એપલ ડેવલપર પોર્ટલના My Appsમાં રહેલા Pricing and Availability સેક્શનમાં જવાનું રહેશે. જોકે તે ક્લિયર થયું નથી કે ભારતમાં એપલ પોતાની સર્વિસ જેવી કે – Apple Music, Apple TV+ અને iCloudની કિંમતોમાં પણ વધારો કરશે કે નહીં.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.