જો તમે પણ કશે હવાઈ મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહયા છો તો તમારા માટે સારી ખબર છે. હવે તમે સસ્તામાં હવાઈ યાત્રા કરી શકો છો. ઈન્ડિગો (Indigo) 15મી વર્ષગાંઠ પર ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરનો ફાયદો તમને આજથી જ એટલે કે 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી લઇ શકો છો. જણાવી દઈએ કે કંપનીએ પોતાના 15 વર્ષ પૂરા કરી લીધા છે. આ ખુશીમાં પોતાના ગ્રાહકો માટે આ સેલ ઓફર શરુ કરી છે.
Indigo Offers
ઈન્ડિગોએ ઈવિટ કરીને આ વિષે જાણકારી આપી છે. કંપનીએ ટ્વીટમાં લખ્યું છે કે આ ઓફર અંતર્ગત તમે માત્ર 915 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો. યાત્રી 1 સપ્ટેમ્બર 2021થી 26 માર્ચ 2022 વચ્ચે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.
Time for SALE-brations! Grab the best fares, pack your bags and make that much awaited trip happen. Book now https://t.co/i2TT16rSey #15YearsOfBeing6E #LetsIndiGo #Aviation pic.twitter.com/Enb8a6UpFV
— IndiGo (@IndiGo6E) August 4, 2021
HSBC કાર્ડ પર મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ
આ ઓફરમાં ગ્રાહકોને HSBC ક્રેડિટ કાર્ડ પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકોને 5 ટકાથી વધુ કેશબેક ઓફર મળશે જે 3000 રૂપિયાના મિનિમમ ટ્રાન્ઝેક્શન પર મળશે અને આ કેશબેક 750 રૂપિયા સુધી હશે.
ફાસ્ટ ફોરવર્ડની પણ સુવિધા મળશે
Hdfc credit card offer
આ ઓફર સાથે ફાસ્ટ ફોરવર્ડ 6E Flex, 6E Bagport જેવી સુવિધાઓ માત્ર 315 રૂપિયા વધારે ભરીને મળશે. આ સિવાય 315 રૂપિયા વધુ ભરવા પર કાર રેન્ટલ સુવિધા પણ મળશે.
આ 63 શહેરોથી કરી શકશો મુસાફરી
Airlines offer indigo
જણાવી દઈએ કે મુસાફરો અગરતાલ, આગ્રા, અમદાવાદ, આઈજવાલ, અમૃતસર, ઔરંગાબાદ, બગડોરા, બેંગ્લોર, બેલગામ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, કોઈમ્બતૂર, દહેરાદૂન, દિલ્હી, દિબ્રુગઢ, દીમાપુર, ગયા, ગોઆ, ગોરખપુર, ગુવાહાટી, હુવલી, હૈદરાબાદ, ઇમ્ફાલ, ઇન્દૌર, જયપુર, જમ્મૂ, જોધપુર, જોરહટ, કાનૂર, કોચ્ચિ, કોલ્હાપુર, કોલકાતા, કોજિકોડા, લેહ, લખનઉ, મદુરાઈ, મંગલોર, મુંબઈ, મૈસૂર, નાગપુર, પટના, પોર્ટબ્લેર, પ્રયાગરાજ, પુણે, રાયપુર, રાજમુંદરી, રાંચી, શિલોન્ગ, શિરડી, સિલચર, શ્રીનગર, સુરત, ત્રિચુરાપલ્લી, તિરૂપતિ, ત્રિવેન્દ્રમ, તૂતીકોરીન, ઉદયપુર, વડોદરા, વારાણસી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ટિકિટ બુક કરી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.