સરકારી નોકરી:ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં નોકરી કરવાની તક, 10મું પાસ કરેલા પણ અપ્લાય કરી શકશે, 12 નવેમ્બર અરજી કરવાની છેલ્લી તારીખ
4 કલાક પહેલા
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 1968 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ મગાવી છે. આ ભરતી દ્વારા ઉમેદવારોને કોર્પોરેશનની વિવિધ રિફાઇનરીઓમાં એપ્રેન્ટિસશીપ માટે મોકલવામાં આવશે. તાજેતરમાં આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 22 ઓક્ટોબર 2021થી શરૂ થઈ ગઈ છે. હાઇસ્કૂલ, ઇન્ટરમીડિયેટ, ગ્રેજ્યુએશન, ITI અને પોલિટેકનિક ડિપ્લોમા પૂર્ણ કરેલા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોનું સિલેક્શન ભરતી પરીક્ષાના આધારે કરવામાં આવશે.
પોસ્ટની સંખ્યાઃ 1968
મહત્ત્વપૂર્ણ તારીખ
અરજી શરૂ થવાની તારીખઃ 22 ઓક્ટોબર, 2021
રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખઃ 12 નવેમ્બર, 2021
એડમિટ કાર્ડ બહાર પડવાની તારીખઃ 16 નવેમ્બર, 2021
ભરતી પરીક્ષાની તારીખઃ 21 નવેમ્બર, 2021
રિઝલ્ટ જાહેર થવાની તારીખઃ 4 ડિસેમ્બર, 2021
એલિજિબિલિટી
10 અને 12 પાસ ઉમેદવારો કેટલીક પોસ્ટ માટે અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટ થયેલા યુવકો કેટલીક પોસ્ટ માટે અરજી કરી શકે છે, જ્યારે કેટલાક ઉમેદવારો જેમણે ITI અને ડિપ્લોમા ઇન પોલિટેકનિક પૂર્ણ કર્યું છે તેઓ અરજી કરી શકે છે.
વયમર્યાદા
ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
એપ્લિકેશન ફી
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, એપ્રેન્ટિસની આ પોસ્ટ્સ માટે અરજી કરનાર કોઈપણ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની જરૂર નથી. એપ્લિકેશન બધા માટે ફ્રી છે.
સિલેક્શન પ્રોસેસ
અરજી કરનારા ઉમેદવારોએ લેખિત/ઓનલાઈન પરીક્ષામાં હાજર રહેવું પડશે. ઉમેદવારોનું મેરિટ તેમાં મેળવેલા ગુણના આધારે બનાવવામાં આવશે. જેઓ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શકશે તેમની એપ્રેન્ટિસશિપ માટે પસંદગી કરવામાં આવશે. એપ્રેન્ટિસશીપ દરમિયાન ઉમેદવારોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે.
અપ્લાય કરવાની પ્રોસેસ
ઉમેદવારોએ ઇન્ડિયન ઓઇલ રિક્રૂટમેન્ટ પોર્ટલ www.iocrefrecruit.in પર જવાનું રહેશે.
અહીં તમને આ ભરતીનું નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ ભરવાની લિંક મળી જશે.
સૌપ્રથમ નોટિફિકેશન ડાઉનલોડ કરી લો અને સારી રીતે વાંચી લો. તેમાં ભરતી અને અરજી સંબંધિત સપૂર્ણ જાણકારી મળી જશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.