ક્રિકેટ સ્ટેડિયમમાં આમ તો ક્રિકેટરો માટે સૌથી સુંદર જગ્યા હોય છે. પરંતુ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ એવા પણ હોય છે જે ક્રિકેટ સ્ટેડિયમને પોતાની સુંદર પળોના સાક્ષી બનાવવાનું પસંદ કરે છે. આવું જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં જોવા મળ્યું, જ્યારે એક ભારતીય ફેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની મહિલા દર્શકને પ્રપોઝ કરી નાખ્યું.

હકીકતમાં ભારતની ઈનિંગ્સની 21મી ઓવર શરૂ થવાની હતી, આ વચ્ચે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત એક કપલે સૌ કોઈને ચોંકાવી દીધા. ભારતના ટી-શર્ટમાં રહેલા એક યુવકે ઓસ્ટ્રેલિયાની ટીમનું ટી-શર્ટ પહેરેલી એક યુવતીને પ્રપોઝ કર્યું. યુવકે ઘૂંટણ પર બેસીને હાથમાં વીંટી લઈને યુવતીને પ્રપોઝ કર્યું, પરંતુ એકપળ માટે એવું લાગી રહ્યું હતું કે છોકરી ના પાડી દેશે. જોકે સાથે ફેન્સે તાળીઓ પાડી તો છોકરીએ યુવકને Yesમાં જવાબ આપ્યો.

આ સુંદર પળોને જોઈને ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સહિત તમામ ખેલાડીઓએ પણ તાળી પાડી. આ દરમિયાન લાંબા સમય સુધી કપલે એકબીજાને હગ કર્યું અને પછી કિસ પણ કરી. છોકરા અને છોકરીની શારીરિક ભાષા જોઈને લાગી રહ્યું છે કે તેઓ બંને એકબીજાને ઓળખે છે અને બંને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ છે.

twi

યુવકને પ્રપોઝ કરતા જોઈ મેક્સવેલે તાળીઓ પાડી

ખાસ વાત એ છે કે આ કપલને પોતાની સુંદરળોને વિડીયો કે ફોટોમાં ક્લિક કરવાની પણ જરૂર ન પડી. આ સમગ્ર ઘટનાના વિડીયો અને ફોટો મેદાન પરના કેમેરામાં સમગ્ર દુનિયામાં દેખાઈ રહ્યા હતા. ઓવરની વચ્ચે જ બનેલી આ ઘટનાના ક્રિકેટરો પણ સાક્ષી બન્યા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube