ભારતીય ક્રિકેટ ટીમ 1932થી ટેસ્ટ મેચમાં રમ રહી છે તો વન-ડે અને ટી20માં પણ તે નિયમિતપણે રમી રહી છે. ભારતે ઇતિહાસમાં ઘણા મહાન ક્રિકેટર આપ્યા છે. વિજય હઝારે, વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, અજિત વાડેકર, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, અનીલ કુંબલે, કપિલદેવ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. આ યાદીમાં તમે અન્ય પણ સંખ્યાબંધ નામ ઉમેરી શકો છો.

ટેસ્ટ જીતવામાં પણ સફળતા મળી

1932માં ભારતે ટેસ્ટ રમવાનો પ્રારંભ કર્યો ત્યારે પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્ઝના મેદાન પર રમાઈ હતી ત્યારથી છેક 1971 સુધી ભારતને ઇંગ્લેન્ડની ધરતી પર સિરીઝ તો ઠીક પણ એકાદ ટેસ્ટ જીતવામાં પણ સફળતા મળી ન હતી. આ સમયે 1971માં અજિત વાડેકરની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ અને સિરીઝની પ્રથમ બે ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ત્રીજી ટેસ્ટમાં તેનો ચાર વિકેટે વિજય થયો હતો.

ભારતે બે જાયન્ટ ટીમને વિદેશી ધરતી પર હરાવી

બરાબર આજના દિવસે એટલે કે 1971મી 24મી ઓગસ્ટે ભારતે પહેલી વાર અંગ્રેજ ધરતી પર ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝ જીતી હતી. આ જ વાડેકરની ટીમે થોડા મહિના અગાઉ વેસ્ટ ઇન્ડિઝને પણ તેની જ ધરતી પર હરાવ્યું હતું. આમ એક જ વર્ષમાં ભારતે બે જાયન્ટ ટીમને વિદેશી ધરતી પર હરાવી હતી. આજે ધોની કે કોહલીની ટીમ વિશ્વના કોઈ પણ દેશમાં જઈને સફળતા હાંસલ કરી શકે છે એટલે આ સફળતાની ખાસ નવાઈ લાગે નહીં, પરંતુ વાસ્તવિકતા એ હતી કે 1971 અગાઉ વિદેશમાં એકાદ ટેસ્ટ જીતવી તે પણ મહાન સિદ્ધિ લેખાતી હતી.

વેંકટરાઘવને બે બે વિકેટ લીધી હતી

1971ની 19થી 24મી ઓગસ્ટ દરમિયાન ઓવલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 355 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં વિકેટકીપર એલન નોટના 90, જેમ્સનના 82 અને રિચાર્ડ હટનના 81 રન મુખ્ય હતા ભારત માટે એકનાથ સોલકરે ત્રણ તથા બેદી. ચંદ્રા અને વેંકટરાઘવને બે બે વિકેટ લીધી હતી.

અંગ્રેજ ટીમના બેટ્સમેનને શરણે લાવી દીધા

દિલીપ સરદેસાઈના 54 અને વિકેટકીપર ફારુખ એન્જિનિયરના 59 તથા સોલકરના 44 રનની મદદથી ભારતે 284 રન કર્યા હતા. આમ તે ઇંગ્લેન્ડ કરતાં 71 રન પાછળ હતું પણ બીજા દાવમાં ભાગવત ચંદ્રશેખરે કમાલ કરીન તેની લેગસ્પિન અને ગૂગલી બોલિંગથી અંગ્રેજ ટીમના બેટ્સમેનને શરણે લાવી દીધા હતા. ચંદ્રાએ માત્ર 38 રનમાં છ વિકેટ ઝડપી લેતાં ઇંગ્લેન્ડ 101 રનમાં આઉટ થઈ ગયું હતું. જીતવા માટે ભારત સામે 174 રનનો લક્ષ્યાંક હતો જે વટાવવામાં તેણે છ વિકેટ ગુમાવી હતી પરંતુ અજિત વાડેકર, દીલીપ સરદેસાઈ અને ગુંડપ્પા વિશ્વનાથની ભરોસાપાત્ર બેટિંગે ટીમને વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડની ધરતી પર ભારતે ત્યાર બાદ તો 1986 અને 2007માં પણ સિરીઝ જીતી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube