ભારત સાથે ચાલી રહેલા સરહદ તણાવની વચ્ચે ચીનના વિદેશ મંત્રીએ તિબેટનો પ્રવાસ કરીને સૌને ચોંકાવી દીધા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શુક્રવારના તિબેટનો પ્રવાસ કર્યો જેમાં ભારત સાથે વિવાદાસ્પદ સરહદી વિસ્તારો પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ દ્વારા ચીને ભારતને સખ્ત સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે શનિવારના જે નિવેદન જાહેર કર્યું તેમાં ભારતનો સીધે રીતે ઉલ્લેખ નથી કર્યો. જોકે વાંગ યીના તિબેટ પ્રવાસને સામાન્ય પ્રવાસ નથી માનવામાં આવી રહ્યો. ગત કેટલાક વર્ષોમાં ચીનના કોઈ પણ સીનિયર ઑફિસરે તિબેટની મુલાકાત નથી કરી.

ભારત-ચીન વચ્ચે અનેક ક્ષેત્રે તણાવ

5 સ્તરની વાર્તા છતા ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ ઉકેલાયો નથી. વિવાદ ઉકેલવાની જગ્યાએ આ લડાઈ હવે વેપાર, ટેકનોલોજી, રોકાણ અને રણનીતિના ક્ષેત્રે પહોંચી ગઈ છે. ચીનનો આ પ્રવાસ પણ તેની ભૂ-રાજનીતિનો ભાગ ગણાવામાં આવે છે. ચીનને હંમેશા એ ડર સતાવતો રહે છે કે ક્યાંક ભારતની મદદ લઇને તિબેટમાં અલગાવવાદની ભાવનાઓ મજબૂત ના થઈ જાય. ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં ભારત અને ચીની સેનાની વચ્ચે થયેલી અથડામણ બાદ એ માંગ ઉઠવા લાગી છે કે ભારતે ચીનની વિરુદ્ધ તિબેટ કાર્ડ રમવું જોઇએ. ભારતે તિબેટની સ્વાયત્તતાનું સમર્થન કરવું જોઇએ જેને ચીને અનેક વર્ષો પહેલા બળપૂર્વક છીનવી લીધું હતુ.

ભારતને તિબેટ મુદ્દે દૂર રહેવાની આપી છે સલાહ

તાજેતરમાં ચીની મીડિયામાં પણ આને લઇને સંપાદકીય લેખ છપાયો હતો જેમાં તિબેટને આંતરિક મુદ્દો ગણાવતા ભારતને આનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. આવામાં વાંગનો તિબેટ પ્રવાસ વિચારેલી રણનીતિનો ભાગ છે હોઈ શકે છે. તિબેટમાં માનવ અધિકાર ઉલ્લંઘનની ટીકાને ફગાવતા વાંગે રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળમાં તિબેટની ઉપલબ્ધિઓને ગણાવી. વાંગે સરહદી મૂળભૂત માળખા, ગરીબી હટાવવા સહિત અનેક પાસાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તિબેટે પાડોશી દેશો સાથે સારા આર્થિક સંબંધોમાં મહત્વની ભૂમિકા નીભાવી છે.

ચીની વિદેશ મંત્રીનો તિબેટ પ્રવાસ ચોંકાવનારો

વાંગે શી જિનપિંગની વિદેશ નીતિ અને મહાત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવનો પણ ઉલ્લેખ કર્યો. નાનજિયાંગ યૂનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્ટિસ્ટ ગુ સૂએ સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટથી કહ્યું કે ચીની વિદેશ મંત્રીનો તિબેટ પ્રવાસ ચોંકાવનારો છે. સામાન્ય રીતે આ પ્રકારના પ્રવાસ ત્યારે જ થયા છે જ્યારે તિબેટને લઇને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તર પર પ્રાથમિકતા મળી હોય. વાંગે તિબેટનો અંતિમ પ્રવાસ 5 વર્ષ પહેલા કર્યો હતો જ્યારે શી જિનપિંગે તિબેટને લઇને એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube