ભારત પર ગંભીર સાયબર એટેક, PM અને NSAના સહિતની અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના 100 કમ્પ્યૂટર હેક

ભારત દેશ પર ગંભીર રીતે સાયબર એટેક થયો છે, પીએમ સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના ૧૦૦ કોમ્પ્યુટર હેક થયા.

ચીન દેશ દ્વારા કરવામાં આવેલ સાયબર જાસુસીના અહેવાલો મળ્યા પછી હજી વધારે ગંભીર ખુલાસાઓ થયા છે. નેશનલ ઇન્ફોમેર્ટિક સેન્ટર (NIC) ના અંદાજીત ૧૦૦ જેટલા કોમ્પ્યુટર્સમાં હેકર્સ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી છે અને અત્યંત સંવેદનશીલ માહિતી લઈ લીધી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ ઘટના માટે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ કેસ દર્જ કરીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. નોંધનીય વાત છે કે, NICના ડેટાબેઝમાં દેશના પીએમ સંબંધિત ખાનગી માહિતી સહિત દેશની નેશનલ સિક્યોરીટી સાથે જોડાયેલ સંવેદનશીલ જન્કારીઓને પણ સાચવવામાં આવતી હોય છે. જેના લીધે હેકિંગ થયાનો આ બનાવને ખુબ જ ગંભીર માનવામાં આવ્યો છે.

પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે, NICમાં કામ કરી રહેલ કર્મચારીઓને એક મેલ મોકલવામાં આવે છે અને આ મેલમાં આપવામાં આવેલ લિંક પર જે પણ કર્મચારીએ ક્લિક કરે છે તે બધા જ કર્મચારીના કોમ્પ્યુટરના ડેટા ગાયબ થઈ જતા હતા. સાયબર એટેકના ભોગ બનેલ ૧૦૦ જેટલા કોમ્પ્યુટર્સ NIC વિભાગની સાથે જ દેશના IT મંત્રાલય સાથે જોડાયેલ હતા.

NIC દ્વારા અધિકારીક ફરિયાદ કર્યા પછીથી દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, અત્યારે દિલ્લી પોલીસ તરફથી આ કેસ વિષે કોઈપણ માહિતી જાહેર કરવામાં આવી રહી નથી. પણ આધારભૂત સુત્રો દ્વારા કરવામાં આવેલ દાવા મુજબ બેંગલુરુમાં આવેલ એક અમેરિકન કંપની દ્વારા મેલ મોકલીને હેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય બાબત છે કે, કેટલાક દિવસ પહેલા જ એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કેટલાક દિવસોથી ચીનની કેટલીક કંપનીઓ ભારતની અંદાજીત દસ હજાર વ્યક્તિઓ પર પોતાની નજર રાખી રહી છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, રાજકીય નેતા, ખિલાડીઓ, અભિનેતા સહિત ઘણી બધી વ્યક્તિઓની માહિતી પર પોતાની નજર રાખી રહી છે અને ચીનની કંપનીઓ આ બધા જ વ્યક્તિઓની દરેક મુવમેન્ટને રેકોર્ડ કરી રહી છે.

આ ખુલાસા વિશેનો મુદ્દો સંસદ ગૃહમાં ઉઠાવવામાં આવ્યો હતો, ત્યાર પછી વિદેશ મંત્રાલય દ્વારા ચીનના દુતાવાસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. આ સાથે જ એક કમિટીનું ગઠન કરી દેવામાં આવ્યું છે. આ કમિટી હાલમાં થયેલ ગંભીર સાયબર એટેક કેસને પર પોતાની નજર રાખી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube