ટી20 વર્લ્ડ કપમાં આજે ટુર્નામેન્ટનો સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે. દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હશે. આ મુકાબલા પર માત્ર બે દેશો જ નહિ પરંતુ દુનિયાભરની નજર હશે. આ જ કારણ કે દુનિયાના 200 દેશોમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવાં આવશે. પાકિસ્તાન અને ભારત વચ્ચે અત્યાર સુધી 8 ટી20 મેચો રમાઈ છે જેમાં ઇન્ડિયાએ 7 મેચ જીતી છે. ત્યાં જ વર્લ્ડ કપમાં દરેક વખત પાડોશી દેશે હારનો સામનો કરવો પડ્યો છે. 24 ઓક્ટોબરના રોજ બંને ટીમો બે વર્ષ પછી સામ-સામે હશે. ગઈ વખતે 2019માં ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે વન-ડે મુકાબલો થયો હતો. ઇન્ડિયાએ પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વન ડે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન પર ભારે પડ્યું હતું.
ભારતે પોતાની બંને વોર્મઅપ મેચ જીતી છે. ટીમ ઇન્ડિયાએ પહેલા અભ્યાસ મુકાબલામાં ઇંગ્લેન્ડ અને બીજામાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે ત્યાં જ પાકિસ્તાની ટીમે એક મેચ જીતી તો બીજીમાં હારનો સામનો કરવો પડ્યું. પાકિસ્તાને પહેલઈ વોર્મઅપ મેચ વિન્ડીઝ વિરુદ્ધ જીતી તો બીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યું. બંને પાડોશી દેશો વચ્ચે તણાવના કારણે બંને ટીમ એક બીજા સાથે દ્વિપક્ષીય ભીડાયા.

ટી20 વર્લ્ડ કપ ક્યાં જોઈ શકો છો
T20 વર્લ્ડ કપ 2021માં ભારત અને પાકિસ્તાનની ટીમો ક્યારે સામસામે થશે?
ભારત અને પાકિસ્તાનની ટીમો 24 ઓક્ટોબર (રવિવાર)ના રોજ આમને-સામને થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2021 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
તમે ભારત વિ પાકિસ્તાન મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જુદી જુદી ભાષાઓમાં જોઈ શકાય છે.
તમે ભારત વિ પાકિસ્તાન લાઇવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકો છો?
Disney+Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે.

ટીમો નીચે મુજબ છે
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર વરુણ ચક્રવર્તી, રાહુલ ચાહર
પાકિસ્તાન (છેલ્લા 12 ખેલાડીઓ): બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હરિસ રઉફ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હૈદર અલી
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.