નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોના (corona/ Covid-19) નો કહેર ટોચ પર છે. દિવસે ને દિવસે દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેકિંગ કેસ સામે આવી રહ્યા છે. બીજી બાજુ ભારત લદ્દાખમાં ગાલવાન ખીણ (Galwan Valley) માં પણ ચીન (China) ની કૂટનીતિઓ અને અચાનક હુમલા સામે લઢવા કમર કસી રહ્યો છે. એવામાં આજે BSFના જવાનોને જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદની વાડની નીચે પાકિસ્તાનથી નીકળતી 450 ફૂટ લાંબુ ભોંયરું મળી આવ્યુ છે. BSFના અધિકારીઓએ જણાવ્યુ છે કે જમ્મુના સામ્બા સેક્ટરના ગાલાર વિસ્તારમાં ગુરુવારે બીએસએફના જવાનોને પેટ્રોલીંગ કરતી વખતે ભારતીય તરફ સરહદની વાડથી આશરે 50 મીટર દૂર આ સુરંગ મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ સુરંગને 8-10 પ્લસ્ટિકની રેતી ભરેલી ગુણોથી ઢાંકી દેવામાં આવી હતી. એટલુ જ નહીં તે ગુણો પર પાકિસ્તાનની નિશાનીઓ ચીતરેલી હતી.

BSFના ટોચના અધિકારીઓએ કહ્યુ છે કે BSFના જવાનોની અન્ય ટૂકડીઓને આસપાસના વિસ્તારોમાં આવી કોઇ સુરંગની શોધખોળ કરવા લગાડી દેવાઇ છે. બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ તેમના સરહદ કમાન્ડરોને સૂચના આપી છે કે ઘૂસણખોરી વિરોધી ગ્રીડ અકબંધ છે અને આ મોરચામાં કોઈ અંતર નથી.

22 ઑગસ્ટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force- BSF)ના જવાનોએ પાકિસ્તાન (Pakistan) થી ભારતમાં ઘુસણખોરી કરી રહેલા પાંચ લોકોને ઠાર કર્યા હતા. આ લોકો પાકિસ્તાનથી ભારતમાં જમીન માર્ગે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પંજાબમાં આવેલા તરણ તારણ જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદની એક પોસ્ટ પાસે આ ધટના બની હતી. BSFના અધિકારીઓએ કહ્યુ હતુ કે BSFની 103 મી બટાલિયનના કર્મચારીએ જિલ્લાના ભીખીવિંદ સબ-ડિવિઝનના દલ ગામ નજીક જ્યાં ઘુસણખોરોની હત્યા કરી હતી તે સ્થળેથી એક AK રાઇફલ અને એક પિસ્તોલ પણ મળી આવી હતી.

તેઓએ સવારે 5 વાગ્યાની આસપાસ ડેલ બોર્ડર ચોકી નજીક સરહદની બીજી બાજુ વાડની પાર શંકાસ્પદ ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના સાથે પરિચિત લોકોના જણાવ્યા અનુસાર તે સમયે બે માણસો ભારતમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. BSFના અઘિકારીઓએ ઉમેર્યુ હતુ કે જવાનોએ આ ઘુસણખોરોને ચેતવ્યા હતા, છતાં તેમણે છુપાઇને ખેતરો વચ્ચેથી ભારત તરફ આવવાનું ચાલુ રાખ્યુ હતુ. અંતે તેમણે જયારે ચેતવણી પછી પણ ઘુસણખોરી ચાલુ રાખી તેમને ગોળી મારીને ઠાર કરવાની ફરજ પડી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.