ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. તેઓની સ્થિતિ ખુબ નાજુક હતી. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે આ પહેલા કહ્યું હતુ કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. આપને જણાવી દઇએ કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર હતી. 84 વર્ષના પ્રણવ મુખર્જી 2012 થી 2017 દરમિયાન દેશના 13મા રાષ્ટ્રપતિ તરીકે દાયિત્વ સંભાળ્યું હતું. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં હતા.

સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં સવારથી કોઇ ફેરફાર ન હતો. તેઓ કોમામાં હતા અને તેઓ સતત વેન્ટિલેટર પર હતા.

84 વર્ષના મુખર્જીને સોમવારના રોજ સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બ્રેન સર્જરી પહેલાં તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિપણ થઇ હતી.

મંગળવારના રોજ પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત લથડી અને તેમની સ્થિતિમાં કોઇ સુધારાના લક્ષણ દેખાતા ન હતા. પૂર્વ રાષ્ટ્રપતિના દિકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પિતાના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube