ગઈ કાલે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ જેમાં દેશના ચીફ આર્મી જનરલ બિપિન રાવતને દેશે ખોયા અહીં ઘટના તમિલનાડુના કુન્નડ ખાતે વરિષ્ટ અધિકારીઓનું જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું તું જેમાં ટોટલ 14 લોકો સવાર હતા 13 લોકો તેમાં નિધન પામ્યા હતા અને એક માત્ર પાયલોટ વરુણસિંહ બચી ગયા હતા.
અહીં આ દુર્ઘટનામાં બેથી ત્રણ લોકોએ કૂદકો પણ લગાવ્યો હતો છતાં તેઓ બચી શક્યા ન હતા બિપિન રાવત તેઓ દેશના પહેલા સિડીએસ જનરલ હતા જેમનું આ દુર્ઘટનામાં નિધન થતા આ દેશને મોટી ખોટ પડી છે
સમાચાર સાંભળતાજ પુરા ભારત દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ આ હેલિકોપ્ટરમા નિધન થયેલ આર્મી ઓફિસરો લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયા હતા અને ચીફ બિપિન રાવત પણ ગંભીર રીતે બળીને શહિંદ થયા હતા.
અહીં એક માત્ર પાયલોટ વરુણ સિંહનો જીવ બચી ગયો હતો દુર્ઘટના સર્જાતા આજુબાજુમાં રહેતા લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.