ક્રિકેટના લોકપ્રિય ખેલાડીઓ પાસે ધનદોલતની કોઈ કમી હોતી નથી. ફેશનની વાત આવે તો આપણે તરત જ બોલિવૂડના સ્ટાર્સનો જ વિચાર કરીએ છીએ. પણ આપણા ભારતીય ક્રિકેટર્સ પણ તેમાં કોઈનાથી ઉતરતા નથી કે પાછળ પણ નથી. વિરાટ કોહલીથી લઈને સચિન તેંડુલકર સુધીના ક્રિકેટર મોંઘી કાર અને મોંઘીદાટ ઘડિયાળના માલિક છે.  અહીં તમને એવી જ માહિતી આપવી છે કે કયો ક્રિકેટર કઈ બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે.

હાર્દિક પંડયા


આ યાદીમાં પહેલું નામ આવે છે બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું. હાર્દિક રોલેકસની ઘડિયાળ પહેરે છે જેમાં હીરા જડેલા છે. તેની કિંમત એક કરોડની છે.

રોહિત શર્મા


ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ મોંઘી ઘડિયાળોનો શોખીન છે.  રોહિત 16 લાખની કિંમતની હુબ્લો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે.

વિરાટ કોહલી


ભારતીય ટીમનો સુકાની વિરાટ આ યાદીમાં સામેલ હોય નહીં તો જ નવાઈ લાગે. કિંગ કોહલી  બે કરોડ રૂપિયાની કિંમતની રોલેક્સ વોચ પહેરે છે.

સચિન તેંડુલકર


ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પસંદગીની વોચ છે ઓડોમાહ પિગેની ઘડિયાળો. આ એક સ્વિસ કંપનીની ઘડિયાળ છે. આ કંપનીએ સચિનના નામની જ ઘડિયાળ લોંચ કરેલી છે. તેની કિંમત 1.30 કરોડની હોવાનું અનુમાન છે.

સુરેશ રૈના


આ યાદીમાં રૈનાનું નામ પણ સામેલ છે જે કિંમતી ઘડિયાળ પહેરવામાં કોઈનાથી પાછળ નથી. સુરેશ રૈના Richard Mile RM11-03 ની ઘડિયાળ પહેરે છે જેની કિંમત 94 લાખ રૂપિયા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube