નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

દરેકના મનમાં ATMનો અર્થ રૂપિયાનું ATM આવે છે પરંતુ શું તમે ક્યારેય માસ્કના ATM વિશે સાંભળ્યું છે? આવું જ એક ATM ઉત્તરપ્રદેશના સહારનપુર નગર નિગમે સહારનપુરમાં માસ્ક ATMની શરૂઆત કરી દીધી છે. નગર નિગમે માસ્ક ATMનું ઉદ્ધાટન કર્યું જેમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખી માસ્ક મેળવી શકાશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આખરે આ માસ્ક ATM શું છે અને આ કઈ રીતે કામ કરે છે? માસ્ક ATMમાંથી માત્ર 5 રૂપિયામાં તમને માસ્ક મળશે. ઉત્તરપ્રદેશના નગર નિગરમાં આજે પહેલું માસ્ક ATM સહારનપુર નગર નિગમમાં લગાવવામાં આવ્યા છે.

આ ATMમાં માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખીને તમને માર્કેટમાં 10 રૂપિયાથી લઈને 15 રૂપિયામાં મળતા માસ્ક ATMમાંથી માત્ર પાંચ રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સિવાય ATMમાંથી હાથ લગાડ્યા વિના હાથોને સેનેટાઈઝ પણ કરી શકો છો. કોરોના કાળના કારણે જ્યાં સેનેટાઈઝર અને માસ્કનું ઘણું મહત્વ છે ત્યારે આ માસ્ક ATM તમને માસ્ક અને સેનેટાઈઝરની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં વિશેષ ભૂમિકા ભજવશે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, નગર નિગમ સિવાય સહારનપુરના દરેક જાહેર સ્થાનોમાં અને જાહેર શૌચાલયો પાસે આ માસ્ક ATM લગાવવામાં આવશે. જો કે આ કોરોના કાળમાં આ મહામારીથી બચવા માટે પોતાનું વિશેષ યોગદાન આપશે. આ ATMની ક્ષમતા 50 માસ્ક સુધીની હશે. આ ATM પાસે જ અમારા કર્મચારીઓ હશે જે આ ATM વિશે લોકોને જાણકારી આપશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube