સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી લીધો છે. લાખ લોકો બેરોજગાર બની ગયા છે અમેરિકા જેવી મહાસત્તા પર આર્થિક મંદીના વાદળો છવાઈ ગયા છે અને વૈશ્વિક ધોરણે એક મોટી અવ્યવસ્થા સર્જાઈ ગઈ છે. છેલ્લા 8-10 મહિનાથી કોરોના વાયરસ આખાએ વિશ્વમાં ફેલાઈને તારાજી સર્જી રહ્યો છે.

બીજી બાજુ વિશ્વની ઉત્તમ પ્રયોગશાળામાં તે માટેની રસી શોધવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે. ચીન તેમજ રશિયાએ તો રસી શોધી પણ લીધી છે અને તેને લોકોને આપવાનું પણ શરૂ કરી દીધું છે. જો કે તે કેટલી કારગર છે તેની કોઈ હકીકત હજુ સુધી જાણવા મળી નથી. પણ ભારતીયો માટે એક સારા સમચારા છે અને તે કોરોના વાયરસની રસીને લઈને જ છે કે ભારતીય માર્કેટમાં કોરોનાની રસી 2021ના પહેલાં ત્રણ મહિનામાં મળતી થઈ જશે.

આ અહેવાલ વર્લ્ડ બ્રોકરેજ ફર્મ બર્ન્સટીનના દ્વારા આપવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ચાર વેક્સિન મંજૂરી મેળવવાના તબક્કા સુધી પહોંચી ગઈ છે. જેના પ્રયોગ પૂર્ણ થવાના આરે છે અને ત્યાર બાદ તેને લોકોમાં વેચવા માટેની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ થશે જે કદાચ 2020ના અંતમાં અથવા તો 2021ની શરૂઆતમાં પૂરી થાય તેવી શક્યતા છે. મળેલા અહેવાલ પ્રમાણે ભાગીદારી મારફતે ભારત તેમંથી એજેડ – ઓક્સફર્ડની વાયરલ વેક્ટર વેક્સીન તેમજ નૌવાવેક્સની પ્રોટીન સબયૂનિટ વેક્સીન સુધી પહોંચી ગયું છે.

અહેવાલનું માનવામાં આવે તો પ્રતિરક્ષક પ્રતિક્રિયા મેળવવા માટે સુરક્ષા તેમજ ક્ષમતા બન્ને લેવલ પર વેક્સિનના પહેલા તેમજ બીજા તબક્કાનો ડેટા આશાસ્બદ સાબિત થઈ રહ્યો છે. માટે એવી આશા સેવાઈ રહી છે કે 2021ના પ્રથમ ત્રણ મહિના દરમિયાન એક સફળ કોરોના વેક્સિન ભારતમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે.

હવે તમને એ પણ જણાવી દઈ કે આ રિપોર્ટમાં આ વેક્સિનની કીંમતને લઈને એક અંદાજ પણ લગાવવામા આવ્યો છે જે પ્રમાણે ભારતીયોએ આ વેક્સિનના પહેલા ડોઝ માટે 3થી 6 ડોલર એટલે કે રૂપિયા 225-550 સુધી ખર્ચવા પડશે.

સૌથી મોટો પડકાર વેક્સિનને સુરક્ષિત રાખવાનો રહેશે.

આ અહેવાલ મુજબ વેક્સિન બની ગયા બાદ સૌથી મોટો પડકાર વેક્સિનને સુરક્ષિત રાખવાનો રહેશે. કારણ કે તેના માટે હાલમાં ભારતમાં કોલ્ડ ચેન સ્ટોરેજ તેમજ તેના માટે પ્રશિક્ષિત લોકોની ખૂબ ખોટ છે. વેક્સિન મળ્યા બાદ જો સરકાર વેક્સિન આપવાના કાર્યક્રમને વર્તમાન આઉટ પુટ કરતાં બેવડો કરી નાખે તો પણ આ રસીકરણની પ્રક્રિયામાં 18-20 મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે.

બીજી બાજુ અમેરિકાએ પણ થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે તેમની કોરોના વેક્સિન પણ આ વર્ષના અંતમાં અથવા તો 2021ની શરૂઆતમાં બની જશે. જો કે તેમણે ચીન તેમજ રશિયા દ્વરા શોધાયેલી વેક્સિન બાબતે શંકા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે તેમની રસી અધૂરી છે તેના પર પૂરતા પ્રયોગ કરવામાં નથી આવ્યા અને તે વેક્સિનને યોગ્ય રીતે તબક્કાવાર પસાર કરવામાં નથી આવી માટે તે લોકો પર કેટલીક કારગર નીવડે તે વિષે અમેરિકન સરકારને શંકા છે. તો બીજી બાજુ થોડા સમયથી એવા પણ સમાચાર ઉડી રહ્યા છે કે ચીને તો કોરોનાની વેક્સિન ક્યારની બનાવી લીધી અને પોતાના નાગરીકોને તે આપી પણ દીધી છે.

જોકે વિશ્વમાં માહોલ કોરોના વાયરસની મહામારીના કારણે ખૂબ જ અસામાન્ય બની ગયો છે પણ ચીનના વુહાનમાં કે જ્યાં સૌ પ્રથમ કોરોના વયારસે દેખા દીધી હતી ત્યાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે અને લોકો સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. કારણ કે થોડા સમય પહેલા જ સોશિયલ મિડિયા પર વુહાનના એક વોટરપાર્કની તસ્વીરો વાયરલ થઈ હતી જેમાં સેંકડો લોકો એક કોન્સર્ટની મજા માણી રહ્યા હતા. તે પાર્ટીમાં ન તો સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું કે ન તો કોઈના મોઢા પર માસ્ક જોવા મળ્યું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube