ભારતના લેબર માર્કેટમાં 2023થી 2030 સુધી 9 કરોડ ખેતી સિવાયની નોકરીઓની જરૂર પડશે. આ ઉપરાંત 3 કરોડ એવી નોકરીઓની જરૂર પડશે જેઓ અત્યારે ખેતીમાં પ્રચ્છન્ન બેરોજગાર તરીકે જોડાયેલા છે અને તેમને વધુ પ્રોડક્ટિવ નોકરીની શોધ છે.
આ અહેવાલ ફાઇનાન્સ કંપની મેકેન્ઝી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ માટે ભારતમાં દર વર્ષે 1 કરોડ 20 લાખ નોકરીઓ 2023ની સાલથી શરુ કરી દેવી પડશે. આ આંકડાઓ 2012-2018 સુધીની વાર્ષિક ઉભી થયેલી નોકરીઓ કરતા 3 ગણો છે. આ ઉપરાંત જો દેશની 5.5 કરોડ મહિલાઓ લેબર ફોર્સમાં જોડાય તો આ નોકરીની તંગી વધુ ઘેરી બની શકે તેમ છે.

અહીં એમ પણ કહેવાયું છે કે દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે કોવિડ મહામારી ખતમ થયા પછી 8 થી 8.5% જેટલો GDP ગ્રોથ જરૂરી છે. આ ઉપરાંત દેશમાં પ્રોડક્ટિવિટી ગ્રોથ 6.5% થી 7% જેટલો રાખવો જરૂરી છે. આ અહેવાલમાં કહેવાયું છે કે ભારતના અર્થતંત્રમાં ઘણા સુધારાઓની જરૂર છે. દેશનો GDP ઘટીને 4.2% થઇ ગયો છે. જો આ આંકડાઓમાં સુધારો ન થયો તો દેશમાં લોકોની આવક અને જીવન શૈલીની ગુણવત્તામાં 1 દાયકા સુધી કોઈ સુધારો નહીં થાય.
આ આંકડાઓ સુધારવા માટે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સૌથી મહત્વનો ભાગ ભજવી શકે છે. મેન્યુફેક્ચરિંગમાં 1.1 કરોડ જોબ્સ, કન્સ્ટ્રક્શનમાં 2.4 કરોડ જોબ્સ, લેબર ઇન્ટેન્સિવ સર્વિસ સેક્ટરમાં 2.2 કરોડ જોબ્સ અને નોલેજ ઇન્ટેન્સિવ સર્વિસ સેક્ટરમાં 3 કરોડ જોબ્સ ઉભી કરી શકાય એવી તકો છે.
આ માટેનું બેઝ યર 2023 રાખવાનો હેતુ એ છે કે આ સમય સુધીમાં ભારતમાં કોવિડ 19 સંકટનો અંત આવી ગયો હશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.