નવી દિલ્હીઃ રશિયાની રાજધાની મોસ્કો (Moscow)માં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) બેઠકમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે ચીની રક્ષા મંત્રી વેઇ ફેંઘે (General Wei Fenghe)એ અનેકવાર મળવાનો અનુરોધ કર્યો હતો. બંને દેશોની વચ્ચે વાતચીત થઈ શકે તેના માટે ચીની રક્ષા મંત્રી વેઈ ફેંઘે તેમની હોટલ સુધી પહોંચી ગયા, જ્યાં રાજનાથ સિંહ રોકાયા હતા. બંને રક્ષા મંત્રીઓની વચ્ચે બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ભારતે જ્યાં ચીનને તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધા, બીજી તરફ તેમના ખોટા દાવાઓની પણ પોલ ખોલી દીધી.
પૂર્વ લદાખથી લઈને બંને દેશોની વચ્ચે વધેલા તણાવ દરમિયાન ભારતના વલણને જોતાં ચીનના રક્ષા મંત્રી વેઈ ફેંઘે કોઈ પણ સ્થિતિમાં ભારતના રક્ષા મંત્રી સાથે વાત કરવા માંગતા હતા. ચીની રક્ષા મંત્રીની વાતચીતની જરૂરિયાતનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે બંને નેતા જ્યારે ટેબલ પર બેઠા તો ફેંઘે કહ્યું કે તેઓ છેલ્લા 80 દિવસમાં 3 વાર વાતચીતનો અનુરોધ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, ગત સપ્તાહમાં જે રીતે ભારતીય સેનાએ પેન્ગોગ લેકની દક્ષિણમાં અનેક મહત્વના મોરચા પર કબજો કર્યો છે ત્યારબાદ ચીનની સામે વાતચીત સિવાય કોઈ રસ્તો નથી દેખાતો.
બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કડક શબ્દોમાં કહ્યું કે, પૂર્વ લદાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે. રાજનાથ સિંહે ચીનને ચેતવણી આપતાં કહ્યું કે જો આવું જ ચાલતું રહ્યું તો ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીનના સૈનિકોએ સરહદ પર બનેલી યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો. રાજનાથ સિંહે સરહદ પર ચીનની તફરથી મોટી સંખ્યામાં ફૌજીઓને મોકલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.