કોરોના વાયરસને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને ખાસ કરીને વન-ડે મેચો ઠપ છે. મંગળવારે આઇસીસી દ્વારા જારી કરાયેલી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વન-ડેમાં વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પહેલા બે ક્રમાંક જાળવી રાખ્યા છે. જયારે બોલર્સની યાદીમાં જસપ્રિત બુમરાહ બીજા સ્થાને છે.

આઇસીસી રેન્કિંગમાં કોને મળ્યું સ્થાન?

આઈસીસીની આ યાદીમાં વનડે રેન્કિંગમાં કોહલી 871 રેટિંગ પોઇન્ટ સાથે ટોચ પર છે જ્યારે રોહિત 855 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ 829 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બોલરોની યાદીમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (719 રેટિંગ પોઇન્ટ) ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ (722 રેટિંગ પોઈન્ટ) પછી બીજા ક્રમે છે. અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહેમાન (701) ત્રીજા સ્થાને છે.

રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની ટોપ 10 યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. તે આઠમા સ્થાને છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી આ યાદીમાં ટોચના ક્રમે છે, જ્યારે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બીજા સ્થાને છે.

આ દરમિયાન હવે ઇંગ્લેન્ડના જેસન રોય અને જ્હોની બેરસ્ટોના પ્રદર્શન પર નજર રહેશે. ગુરુવારથી આયર્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની હોમ સિરીઝ સાથે તે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમનું પ્રતિનિધિત્વ કરશે.બેટ્સમેન રેન્કિંગમાં ઓપનર રોય અને વિકેટકીપર-બેટ્સમેન બેયરસ્ટો અનુક્રમે 11મા અને 14મા ક્રમે છે. તેઓ ટોપ 10 માં સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube