IAS Preparation Tips: દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક UPSC Civil Service પરીક્ષાને ક્રેક કરવી સરળ નથી. આ પરીક્ષામાં ઉમેદવારના જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતાના આકલનની સાથે સાથે તેમના વ્યવહારિક અને મનોવાજ્ઞાનિક સ્તર પર પણ પરીક્ષા થાય છે. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષામાં તો ઉમેદવારોએ પોતાના જ્ઞાનનો પરચો આપવાનો હોય છે. પરંતુ ઇન્ટરવ્યુમાં તે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કઇ પરિસ્થિતિમાં ઉમેદવાર કેવા પગલા લેશે અથવા તો કેવી રીતે રિએક્ટ કરશે.
ઇન્ટરવ્યુમાં મોટાભાગના સવાલ ઉમેદવાર વિશે હોય છે અથવા તો તે જે ફિલ્ડ સાથે જોડાયેલો છે. એટલે કે તમે શું કરો છો, તમારા વિશે જણાવો, IAS અધિકારી શા માટે બનવુ છે, તેની પહેલા જે ફિલ્ડમાં હતાં તે શા માટે છોડ્યુ, વગેરે જેવા સવાલ, જે મૂળ રૂપે તમારા એપ્લીકેશન ફોર્મ પર આધારિત હોય છે.

આ ઉપરાંત ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારો સાથે સંબંધિત કેટલાક એવા સવાલો પણ પૂછવામાં આવે છે, જે સામાન્ય હોય છે, તેમ છતાં ટ્રિકી હોય છે. અહીં અમે તમારા માટે કેટલાક આવા જ સવાલોની યાદી લઇને આવ્યા છે, જે મોટાભાગે યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષાના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે. જો તમને આ સવાલોના જવાબ ખબર હોય તો તમે ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે તૈયાર છો.
1. હિન્દીમાં પાસવર્ડને શું કહેવામાં આવે છે?
– હિન્દીમાં પાસવર્ડને कूट કહેવામાં આવે છે.
2. શું બેન્કને હિન્દીમાં કોઇ અન્ય નામે બોલાવી શકાય?
– હિન્દીમાં બેન્કને अधिकोष કહેવામાં આવે છે.

3. જીવનમાં બે વાર ફ્રી મળતી વસ્તુ શું છે, જે ત્રીજીવાર ફ્રી નથી મળી શકતી?
– દીવનમાં બે વાર ફ્રીમાં મળતી વસ્તુ દાંત છે, જે ત્રીજી વાર નથી મળતાં.
4. વર્ષ અને શનિવારમાં શું કોમન છે, જે બંનેમાં ફક્ત એક જ વાર આવે છે?
– હિન્દીનો અક્ષર ‘व’
5. ફક્ત 2નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકાય?
– 22+2/2

6. એક ટેબલ પર પ્લેટમાં બે સફરજન છે અને તેને ખાનારા ત્રણ વ્યક્તિ છે તો કેવી રીતે ખાશે?
– ત્રણેય એક-એક સફરજન ખાશે, કારણ કે એક ટેબલ પર અને બે સફરજન પ્લેટમાં છે એટલે કે કુલ 3 સફરજન છે.
7. એવા ત્રણ નામ જણાવો, જે સતત આવતા હોય, પરંતુ તેમાં બુધવાર, શુક્રવાર અને રવિવાર ના આવે?
– યસ્ટરડે, ટુડે અને ટુમોરો.
8. કોઇ એવી વસ્તુનું નામ જણાવો જે ગરમ કર્યા બાદ ઓગળતી નથી અને બાષ્પ પણ નથી બનતી પરંતુ જામી જાય છે?
-ઇંડુ
9. મોર એક પક્ષી છે જે ઇંડા નથી આપતો, તો મોરના બચ્ચા કેવી રીતે જન્મ લે છે?
– મોર ઇંડા ન આપે, ઢેલ આપે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ