સવાલ :- મારાં લગ્ન થોડા સમયમાં જ થવાના છે. મારા ભાવિ પતિનું એમ માનવું છે કે કૌમાર્ય પડદો જ સ્ત્રીના ચારિત્રની સાચી ઓળખ છે. મેં ક્યારેય કોઈ કુકર્મ કર્યું નથી, પણ હું એક ખેલાડી છું. મેં સાંભળ્યું છે કે ઘણીવાર ખેલકૂદમાં પણ કૌમાર્ય પડદો ફાટી જાય છે. જો આમ થયું હશે, તો મારા પતિ અને ચારિત્રહીન માનશે. પરીક્ષા કેવી રીતે કરું?
જવાબ :- તમે નાહક ડરો છો. નિશ્ચિત થઈને લગ્ન કરો. આજના દોડા દોડીના જીવનમાં ચારિત્રનો આવો માપદંડ ન હોય.
સવાલ :- હું ગર્ભવતી છું મને બે મહિના થયા છે. સવારે મને ઘણા ચક્કર આવે છે અને ઉલ્ટીઓ થાય છે. તો મારે શું કરવું જોઈએ.
જવાબ :- ગર્ભાવસ્થા દરમિયાન સવારે આમ થવું સામાન્ય છે. પેટ ખાલી હોય તો આ સમસ્યા વધી શકે છે. સવારે ઉઠયા પછી બિસ્કિટ સાથે ચા કે દૂધ લેવાની ટેવ પાડો. ખાલી પેટ રહો નહીં. દિવસ દરમિયાન કાર્બોહાઈડ્રેડ યુક્ત આહાર લો. ચરબીવાળો ખોરાક લેવાનું ટાળો સામાન્ય રીતે ત્રણ મહિના પછી આ ફરિયાદ દૂર થઈ જાય છે. ઉપર જણાવેલા ઉપાયો અજમાવ્યા પછી પણ ફાયદો થાય નહીં તો તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. તેઓ તમને ઉલ્ટી બંદ કરવાની દવા આપશે.
સવાલ :- હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ, ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયાં. તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.
જવાબ :- ન તો તમે અણસમજુ છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે. તમે ભણેલાંગણેલાં અને પરિપક્વ છો. તમને આવી ચારિત્ર્યહીનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે ભણી શકો છો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.