મને એ જ ખબર નથી પડતી કે મારામાં શું ખામી છે. હું 24 વર્ષની પરિણીતા છું. હજુ 1 વર્ષ જ મને લગ્નને થયા છે. બેડમાં કોઈ પણ સમસ્યા નથી. હું મારા પતિ કહે એમ તમામ વસ્તુઓ કરવા માટે રેડી હોઉ છું. મને ખબર જ પડતી નથી. આમ છતાં મારા પતિ મને છોડીને 2 મોટી ઉંમરની કાકીઓ સાથે હોટલમાં જાય છે. મારા લગ્ન પહેલાંથી તેઓ એમની સાથે ફરે છે મને તો ક્યારેય આ બાબતની ખબર જ નહોતી પણ મારી એક બહેનપણી એના બોયફ્રેન્ડ સાથે હોટલમાં ગઈ હતી. એ મારા લગ્નમાં પણ આવેલી હોવાથી મારા પતિને ઓળખી ગઈ ત્યારે મને આ બાબતની જાણ થઈ. મારા અને મારા પતિ વચ્ચે બહુ જ સારા રિલેશન છે. મને મારી ફ્રેન્ડે ના કહ્યું હોત તો મને ક્યારેય ભરોસો પણ ન થાત કે મારા પતિ મારી પીઠ પાછળ આ પ્રકારે હોટલમાં જઈ રહ્યાં છે. એ મારી બહુ જ કાળજી રાખે છે. આજે પણ હું પાણી માગું તો દૂધ હાજર કરી દે છે. ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા નથી. મારા પતિ એકદમ સરસ છે. અમારા લગ્ન પણ પ્રેમ લગ્ન છે છતાં શું મારામાં ખામી છે એ હું આજે પણ સમજી શકતી નથી.
મને સૌથી વધારે અફસોસ એ બાબતે છે કે એ મારા લગ્ન પહેલાં ગમે તે કરતા હોય તો મને કોઈ સમસ્યા નહોતી. હાલમાં હું એમની સાથે છું અમારા વચ્ચે બેડમાં પણ કોઈ સમસ્યા નથી તો શા માટે મારી ઉમરથઈ બમણી ઉંમરની કાકીઓ સાથે હોટલમાં જાય છે એ મને મારી પોતાની જાત પર રોષ આપી રહી છે. મને જ્યારથી પણ ખબર પડી છે ત્યારથી મને શું કરવું એ સમજાતું નથી. મારી વાત કરું તો મારું નામ રચના છે. હું કોલેજમાં હતી ત્યારે મારે પણ બોયફ્રેન્ડ હતો. મેં એની સાથે સમય ગાળ્યો છે. અમે એક પણ થઈ ગયા હતા પણ લગ્ન બાદ હુ મારા પતિ સિવાય કોઈને વિચારી પણ નહીં શકું. હું કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે મારી કૌટુબિંક બહેનના લગ્નમાં મારી ઓળખાણ વિક્રમ સાથે થઈ હતી. એ જાનમાં આવ્યો હતો. હું એને જોઈને જ એની તરફ ઢળી પડી હતી. એને પણ મારા તરફ ખેંચાણ હતું. એ બાદ સમાજના જુદા જુદા કાર્યક્રમ કે લગ્નોમાં અમે મળતા ગયા હતા. અમારી વચ્ચે નંબરોની આપલે થયા બાદ અમે ફોન પર વાતો કરવા લાગ્યા હતા. આ સમયે મારે મારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ પણ થઈ ગયેલું વિક્રમ મારી જિંદગીમાં આવી ગયેલો. આખરે અમે 2 વર્ષ એકબીજા સાથે મળ્યા અને વાતચીત કર્યા બાદ આખરે મારા પિતાને આ અંગેની જાણ થતાં તેઓએ સામાજિક રીતે અમારી સગાઈ કરાવી અને અમારા લગ્ન કરાવી આપ્યા.
હું મારા મા બાપની એકની એક દીકરી છું. એમને મારા લગ્નમાં કોઇ પણ કચાશ રાખી ન હતી. છોકરો પણ મને ગમતો હતો એની સાથે મારા લગ્ન કરાવ્યા હતા. મારા માતા પિતાના તો જેટલા અહેસાન માનું એટલા ઓછા છે. એમના પ્રતાપે જ મને વિક્રમ મળ્યો હતો. અમે લગ્નને ભરપૂર માણ્યું હતું. અમે હનિમૂન માટે પણ મનાલી ફરવા માટે ગયા હતા. એ 10 દિવસ અમે સૌથી વધારે આનંદ માણ્યો હતો. આજદીન સુધી ગયા નથી એવા દિવસો મારા મનાલીમાં ગયા હતા. મને મારી બહેનપણીએ હોટલવાળી વાત ન કહી હોત ત્યાં સુધી મને ખબર નહોતી કે મારા પતિના કાકીઓ સાથે પણ રિલેશન છે પણ મને જ્યારથી ખબર પડી છે ત્યારથી મારું મન માનતું નથી. મેં બાદમાં તપાસ કરી તો મને પડોશમાંથી ખબર પડી કે વિક્રમને આ આદત લગ્ન પહેલાં પણ હતી. અમારા પડોશમાં રહેતી 2 કાકીઓ સાથે એના રિલેશન હતા. એ ઘરે આવતો જતો હતો.
હવે મારી સ્થિતિ એવી છે કે મારા પતિને મારે પાછો કેવી રીતે મેળવવો હવે હું સમજી ચૂકી છું હું એમને ગમે તેટલા ખુશ રાખીશ પણ આ ટેવને હું બદલી શકીશ નહીં કારણ કે કેટલાક લોકોને આ પ્રકારની ટેવ હોય છે. જેમને મોટી ઉમરની મહિલાઓ સાથે જ રિલેશન રાખવા ગમતા હોય છે. સામે સોનાની થાળ પડી હોય પણ એમને સ્ટીલના વાસણમાં જ જમવાનું ગમતું હોય છે. મારી સ્થિતિ પણ એવી છે. મારે એમને પાછા મેળવવા છે પણ મારા પતિને ખોઈને નહીં કે મારા પરિવારને કે મારી સાસરિવાળાને કહીને સમાધાન કરીને નહીં પણ મારે એમને સન્માન સાથે મારી જિંદગીમાં પાછા મેળવવા છે.
તમારે પરિસ્થિતિ સમજી ધીરજથી કામ લેવાની જરૂર છે. આ મામલામાં બળથી નહીં કળથી કામ લેવું જરૂરી છે. જેથી વાત વણસી જાય નહીં. તમારા પતિ સાથે આ બાબતે ચર્ચા કરો અને એ સાથે સાથે એ બંને કાકીઓ સાથે રિલેશન વધારો. એ સાથે સાથે તમારા પતિને એ પણ સમજાવો કે આ કારણે તમારા લગ્નજીવન પર અવળી અસર પડી શકે છે અને તમે એમને સ્થાને હોત તો તેમને કેવી લાગણી થાત? એ પણ તેમને સમજાવો. આ કારણે તમારા લગ્નજીવનમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. એમ સમજાવી તેમને ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરવાનું કહો. હવે પતિ પર દબાણ કરવાને બદલે સીધા એ બંને મોટી ઉમરની કાકીઓ પાસે પહોંચો. એમના પણ સંતાનો મોટા હશે. અને એમને પણ ડર હશે. એમને કહી દો કે મારા પતિથી દૂર રહે નહીં તો જોવા જેવી થશે. પહેલાં શાંતિથી સમજાવો નહીં તો ન કહેવાનું પણ કહીને આવો અને પતિથી 100 ફૂટ દૂર રહેજો નહીં તમો મારા જેવી કોઈ નહીં હોય એમ પણ કહી દો. એટલે એ ડરના માર્યા તમારા પતિથી દૂર રહેશે. પતિને પણ ઈશારો કરી દો કે આ બધુ બંધ કરી દે નહીં તો પિયર અને સાસરીમાં મોઢું બતાવવાને લાયક નહીં રહે…
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.