શ્રાવણ મહિનામાં આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. તો શુ આખો દિવસ ઓફિસમાં કે ઘરે ભૂખ લાગે તો તમે બજારમાંથી મળતા પેકિંગ કરેલા ચેવડો ખાઇ લો છો. પરંતુ આ ચેવડો કેટલા દિવસનો પેક હોય તે આપણાને ખબર હોતી નથી. તો આજે અમે તમારા માટે ફરાળી ચેવડાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ફરાળી બટેટાનો ચેવડો.

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટાને છોલીને છીણી લો હવે એક બાઉલમાં પાણી લઇને તેમા આ બટેટાની છીણને 5 મિનિટ રાખી મૂકો. હવે પાણીમાં બટેટાની છીણ નીકાળી લો અને બટેટાને એક પ્લેટમાં ફેલાઇ લો. ત્યાર પછી તેને પેપર ટાવલથી સૂકવી દો. હવે એક કઢાઇમાં જરૂરિયાત મુજબ તેલ ગરમ કરી લો. હવે તેમા તૈયાર છીણેલા બટેટાને તેલમાં તળી લો. તેને એબ્સોરબેન્ટ પેપર પર રાખો. જેથી તેલ શોષી લે. હવે ગરમ તેલમાં સીંગદાણા અને મરચા પણ તળી લો. હવે અન્ય મોટો બાઉલ લો અને તેમા તળેલી બટેટાની છીણ, સીંગદાણા, મરચા, પીસેલી ખાંડ અને સ્વાદાનુસાર સિંધાલૂણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બટેટાનો ચેવડો.. જેને ઠંડો કરીને તમે ઇચ્છો ત્યારે ખાઇ શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube