નવી દિલ્હીઃ યૂરોપથી શરૂ થયેલું ગોલ્ફ ઈન્ડિયામાં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું છે. અનેક યુવાનો આ રમતમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે,જેમાંથી એક છે શર્મિલા નિકોલેટ. શર્મિલા દુનિયાની સૌથી સુંદર ગોલ્ફ પ્લેયર છે. ખૂબસૂરત હોવાની સાથે સાથે શર્મિલા સૌથી યંગ અને ટેલેન્ટેડ ગોલ્ફર પણ છે. અત્યાર સુધીમાં તે 11 ટાઈટલ્સ જીતી ચુકી છે. માત્ર ગોલ્ફ જ નહીં તેમણે સ્વિમિંગની પણ અનેક ચેમ્પિયનશિપ જીતી છે. તો આવો જાણો દુનિયાની સૌથી સુંદર ગોલ્ફર વિશે.

11 વર્ષની ઉંમરમાં ગોલ્ફ રમનારી શર્મિલા નિકોલેટ દુનિયાની સૌથી સારી ગોલ્ફ પ્લેયરમાંથી એક છે. અત્યાર સુધીમાં તેમણે ગોલ્ફમાં 11 ટાઈટલ્સ જીત્યા છે.

બેસ્ટ ગોલ્ફર હોવાની સાથે સાથે શર્મિલા દુનિયાની સૌથી સુંદર ગોલ્ફર પણ છે. તેનું કદ અને સુંદરતા લોકોને અટ્રેક્ટ કરે છે.

શર્મિલા આમ તો ભારતીય છે પરંતુ તેના પિતા માર્ક નિકોલેટ ફ્રાન્સના સિટિઝન છે અને તેમની માતા સુરેખા ભારતની છે.

શર્મિલા નિકોલેટના શાનદાર ખેલ અને તેમની પર્સનાલિટીના કારણે જ સોશિયલ મીડિયા પર તેમના લાખો-કરોડો ચાહકો છે. તે ઈન્ટરનેટ સેન્સેશન બનીને લોકોના દિલ પર રાજ કરે છે.

શર્મિલા નિકોલેટ યૂરોપિયન ટૂરમાં ક્વૉલિફાઈ કરનારી સૌથી યંગ ગોલ્ફર છે. 2007માં નિકોલેટ લેડી ગોલ્ફર ઑફ ધ યર અને 2010માં ડબ્લ્યૂજીએઆઈની પ્લેયર ઑફ ધ યર બની ચુકી છે.

ગોલ્ફ ખેલાડી હોવાના સાથે સાથે નિકોલેટ સારી સ્વિમર પણ છે. તેમણે નેશનલ સબ જૂનિયર સ્વિમિંગ ચેમ્પિયનની સાથે અનેક ખિતાબ પણ જીત્યા છે.

ફિટનેસના મામલામાં તે હંમેશા અવ્વલ રહી છે. 5.11 ઈંચની લંબાઈ સાથે તેની બૉડી પણ ટોન્ડ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube