Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Crime

Hospital માં દારૂ પાર્ટી કરતો દેખાયો કોરોના સંક્રમિત કેદી, CMએ આપ્યા તપાસના આદેશ

જ્યાં એક તરફ વૈશ્વિક મહામારી COVID-19ને કારણે આખી દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી રાખ્યો છે, ત્યારે લોકો આ બીમારીના ભયથી આત્મહત્યા કરતાં પણ નજરે પડી રહ્યા છે. તો કેટલાક અપરાધી એવા પણ છે જે આ બીમારીને પોતાના માટે અવસર માનીને તેનો પૂરે પૂરો લાભ ઉઠાવવામાં લાગ્યા છે. એક એવું જ દ્રશ્ય ઝારખંડના ધનબાદની COVID-19 હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. જ્યાં એક કોરોના સંક્રમિત દર્દી પોતાના વોર્ડમાં જ દારૂ અને બાઈટિંગનો લુપ્ત ઉઠાવતો નજરે પડ્યો.

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સંક્રમિત અપરાધી હાથકડી લાગેલા હાથોથી દારૂ અને બાઈટિંગની દાવત ઉડાવીને પ્રશાસનની મજાક ઉડાવી રહ્યો છે. તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત શોરેને આ બાબતની ખબર લેતા ટ્વીટ કરીને ધનબાદ જિલ્લા પ્રશાસનને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો પર ધ્યાન કરીએ તો, આ કોરોના સંક્રમિત અપરાધી પોતાના બેડ આગળ લાગેલા મેજ સામે બેઠો છે. તેની સામે દાવતની બધી વસ્તુઓ છે અને તે હાથકડી લાગેલા હાથોથી એક તસવીરમાં પોતાના ગ્લાસમાં મોંઘો દારૂ પીરસતો નજરે પડી રહ્યો છે.

બીજી તસવીરમાં દારૂને પોતાના માથા પાસે ઉઠાવીને ખુબ શાનથી ફોટો ખેંચવતો નજરે પડી રહ્યો છે. માનો કે તે કોઈ ‘બાર એન્ડ રેસ્ટોરન્ટ’માં બેસીને પાર્ટી કરી રહ્યો હોય. આ તસવીર પર જો ધ્યાન આપીએ તો આ વ્યક્તિની બરોબર પાછળ બોટલ ચઢાવવાના સ્ટેન્ડ પર વધુ બે હાથકડી લટકેલી દેખાઈ રહી છે. તેનાથી એ પ્રતિત થાય છે કે, આ વોર્ડમાં અપરાધ સાથે જોડાયેલા કોરોના દર્દીઓને જ રાખવામાં આવે છે.

આ પાર્ટી કરતા વ્યક્તિ ઉપરાંત પણ આ વોર્ડમાં કોઈ છે કે જે આ હરકતોની તસવીરો ખેંચી રહી છે. હવે તે અહીં એડમિટ કોરોનાનો દર્દી છે કે, હોસ્પિટલ કર્મચારી કે પછી પોલીસકર્મી પણ હોઈ શકે છે. પરંતુ હા એટલું જરૂર છે કે તેની સાથે જે પણ વ્યક્તિ ઉપસ્થિત છે તે તેને આ બધુ કરવામાં મદદ જરૂર કરી રહ્યો છે. સાથે જ પોલીસની દેખરેખમાં અહીં સારવાર માટે આવેલા આ અપરાધીને દારૂ અને દાવત ઉડાવવા માટે આટલા બધા પકવાન ક્યાંથી અને કોણે ઉપલબ્ધ કરાવ્યા એ પણ સવાલ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Surat:-યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ?

Nikitmaniya

વેબ સીરીઝ શૂટ કરવાના બહાને યુવતી સાથે કરી ગંદી હરકત, પોર્નસાઇટ પર નાંખી દીધી મોડેલની બોલ્ડ ફિલ્મ અને…

Nikitmaniya

Surat Crime News: સુરતના આ કોંગ્રેસી કોર્પોરેટર હત્યા કેસ બાદ હવે લાંચ કેસમાં ભેરવાયા

Nikitmaniya