નવી દિલ્હી, 2 ઓગસ્ટ 2020 રવિવાર

દેશભરમાં માં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગૃહપ્રધાન અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેમણે ખુદ એક ટ્વીટ કરી જણાવ્યુ છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

મારી તબિયત સારી છે પણ ડોક્ટર્સની સલાહ પ્રમાણે હું હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તેથી એ તમામ લોકોને વિનંતી કરૂ છું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ થોડા દિવસ માટે મહેરબાની કરી આઈસોલેટ થઈ જાય અને સાથે સાથે ટેસ્ટ પણ કરાવે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા છે. બાદમાં તેઓ ડોક્ટર્સની સલાહ પર મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ગૃહમંત્રીએ ખુદ પોતાના ટ્વીટર હૈંડલ પર આ વાતની પુષ્ટી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી જ શાહ સતત મૉનિટરિંગમાં લાગ્યા હતા. રાજધાની દિલ્હીની સ્થિતીનું તેમણે અંગત રીતે મોનિયરિંગ કરતા હતાં, તેઓ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીઓ સાથે સતત બેઠ કરીને કોવિડ-19ની સ્થિતિ પર અપડેટ લેતા હતા.

અમિત શાહ કોરોના પોઝિટિવ આવતા લોકો તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ  એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તથા આંતરરાષ્ટ્રીય સમારોહને સંબોધ્યો હતો, ત્યાં તેમની સાથે સ્ટેજ પર અન્ય લોકો પણ હાજર હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube