Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

Home Loan: હોમ લોનના હપ્તાને લઈને આવી શકે છે સારા સમાચાર, મળી શકે છે રાહત

અનેક બેંકો ગ્રાહકોને આપવામાં આવતી હોમ લોનના હપ્તાને લઈને ફેરફાર કરવા અંગે ચર્ચા કરી રહી છે. તેઓ વિચારી રહ્યા છે કે હોમ લોનનો સમય ગાળો છેલ્લા 2 વર્ષથી વધ્યો નથી તો તેની ઈએમઆઈને લંબાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

image source

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકો હવે હોમ લોનને રીસ્ટ્રક્ચર કરવા અંગે વિચારણા કરી રહી છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મોરટોરિયમ હોવા છતાં હોમ લોનનો સમયગાળો બે વર્ષથી વધારવામાં આવ્યો નથી. સાથે જ કેટલાક હપ્તાને આગળ લંબાવી દેવા અંગે પણ વિચારણ ચાલી રહી છે.

image source

હવે બેંકો પોતે પણ હોમ લોનના સ્ટ્રકચરને રીસ્ટ્રક્ચર કરવા માંગે છે. આનો ફાયદો પણ બેંકને જ મળશે. આમ કરવાથી ડિફોલ્ટર્સ વધશે નહીં અને બેંકની એનપીએ એટલે કે નોન-પરફોર્મિંગ એસેટ પણ વધે નહીં.

image source

હાલમાં કોરોના સંકટનો કહેર ચાલી રહ્યો હોવાથી ગ્રાહકોને થોડી રાહત આપવા માટે બેંકોનું એ પણ માનવું છે કે ગેરવસૂલીકરણ અને મિલકત સીલ કરવા માટે આ સમય યોગ્ય નથી. ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને લોનની મર્યાદા બે વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી છે, તેમ છતાં બેંકર્સ કહે છે કે તેઓ 2 વર્ષની મોરટોરિયમ આપી શકતા નથી.

image source

આ સુવિધા એ કિસ્સાઓમાં ઉપલબ્ધ થશે જેમાં કોરોનાને કારણે નોકરીનું સંકટ સર્જાયું છે અથવા પગારમાં ઘટાડો થયો છે. મુશ્કેલીમાં ઉધાર લેનારાઓની સંખ્યાના આધારે, બેંકો જાતે જ એક પ્રસ્તાવ તૈયાર કરશે, જેને તેઓ આવતા મહિને તેમના બોર્ડમાં મોકલશે. મળતી માહિતી અનુસાર કેવી કામત સમિતિ રિટેલ અને હોમ લોન રિસ્ટ્રક્ચરિંગ પર ધ્યાન આપશે નહીં.

મોરટોરિયમથી થઈ રહ્યું છે આ નુકસાન

image source

જો કોઈએ 15 વર્ષની હોમ લોન લીધી હોય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોરટોરિયમ સુવિધાનો ઉપયોગ કર્યો હોય, તો તેની લોન આપમેળે 14 મહિના માટે વધી જશે. હોમ લોનના દર 7 ટકાથી નીચે આવી ગયા છે અને આવી સ્થિતિમાં બેંકો કહે છે કે લોન રીસ્ટ્રક્ચર કરીને શ્રેષ્ઠ વ્યાજદર આપવું શક્ય નહીં બને. આ કરવા માટે, રીસ્ટ્રક્ચર લોન પર 10 ટકાની વધારાની જોગવાઈ કરવામાં આવશે, જેનાથી બેંકની બેસિક કોસ્ટ લગભગ 30 બેસિસ પોઇન્ટ સુધી વધી જશે. ઇએમઆઈ વધારવાની વાત કરીએ, તો મોટાભાગની બેંકો આવું કરશે. પરંતુ ગ્રાહકોને મળતી રાહત તેના પર નિર્ભર કરશે કે, તેઓ કેટલું વ્યાજ ચૂકવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Business: રોજ 33 રૂપિયા રોકાણ કરી બની શકો છો કરોડપતિ, જાણો – ક્યાં મળશે મોટો નફો

Nikitmaniya

1 ઓક્ટોબરથી TVની કિંમતમાં થવાનો છે વધારો, આ કારણથી આટલા રૂપિયા સુધી વધી શકે છે ભાવ

Nikitmaniya