Home Loan પૂરી થાય ત્યારે બીજા બધા કામ પડતા મુકીને તરત કરી લો આ કામ, નહિં તો થશે બહુ મોટુ નુકસાન

ઘર ખરીદવા માટે મોટા ભાગે લોકો હોમ લોન લેતા હોય છે. એવામાં આપણે હોમ લોનના હપ્તા પુરા થઈ જાય એટલે શાંતિ અનુભવતા હોય છે. પંરતુ એક વાત તમારે ખાસ નોટિસ કરવા જેવી છે. તમારા હપ્તા પુરા થઈ ગયા એટલે હોમ લોન પુરી એવુ નથી. હોમ લોનના હપ્તા પુરા થયા બાદ તમારે તમારી બેન્ક પાસેથી એનઓસી લેવું ફરજીયાત છે. જો તમે એનઓસી નહીં લો તો આવનારા સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકો અથવા નાણાકીય સંસ્થાઓને હોમ લોન(Home Loan)ચૂકવી દેવી એ ખૂબ જ રાહતની તક છે. પરંતુ આવા અવસરે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય એ હોમ લોનનું નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ (No Objection Certificate) એટલે કે એનઓસી (NOC) મેળવવું છે. તેને અવગણશો નહીં.

એનઓસી લીધા બાદ ઘર પુરી રીતે તમારું થઈ જાય છે.

એનઓસી લીધા બાદ તમે ટેન્શન મુક્ત થઈ જાઓ છો. આ સરળ દેખાતું પ્રમાણપત્ર ભવિષ્યમાં તમારા માટે ખરેખર કામ આવી શકે છે. એનઓસી લેવું એ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આના ઘણા ફાયદા મળે છે. બેંક અથવા નાણાકીય સંસ્થાનો પાસેથી હોમ લોનનું પુરુ રીપેમેન્ટ થવા પર એનઓસી (No Objection Certificate) લેવાનો મતલબ છેકે, હવે તમારા ઉપર કોઈ દેવાદારી બચી નથી. એનઓસી લીધા બાદ ઘર પુરી રીતે તમારું થઈ જાય છે. બેંકનો પ્રોપર્ટી ઉપર કોઈ ક્લેમ રહેતો નથી. કેટલીકવાર, આખો હપ્તો ભર્યા પછી પણ, તમારી થોડી રકમ બાકી નીકળી શકે છે. આને અવગણવા માટે, સમયસર એનઓસી લેવી જોઈએ.

આ બેંક અથવા એનબીએફસી વચ્ચેનો કાનૂની દસ્તાવેજ છે કે હવે તમારી વચ્ચે કોઈ બાકી બેલેન્સ નથી. તેથી, તેને નો ડ્યૂઝ સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે. એનઓસી લીધા પછી જ તમારી છેલ્લી લોન ક્લોઝ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે એનઓસી ન લીધું હોય, તો પછીની લોન સંપૂર્ણપણે બંધ ગણાશે નહીં અને તમારા ક્રેડિટ સ્કોરને અસર થશે. આ કિસ્સામાં, તમને ભવિષ્યમાં લોન લેવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે.

એનઓસી લેવાનું ભૂલશો નહીં

સામાન્ય રીતે રજિસ્ટર્ડ પોસ્ટથી ગ્રાહકના સરનામે એનઓસી મોકલવામાં આવે છે. તેથી ખાતરી કરો કે તમારું સરનામું અને મોબાઇલ નંબર સાચા છે. જો તમારી પાસે સંપત્તિ પર વીમો છે, તો પછી કોઈ પણ દાવા લોન આપનારને આપવામાં આવશે, પરંતુ જો તમે એનઓસી લીધી હોય, તો પછી આ દાવો સીધો તમને આપવામાં આવશે. તેથી જો તમે પૂર્ણ રૂપે લોન ચૂકવી છે, તો પછી એનઓસી લેવાનું ભૂલશો નહીં.

શું કરશો જો ન મળે ‘ડ્યૂ સર્ટિફિકેટ’

જો તમે લોન ચૂકવવા માટે સમય પહેલાં ચૂકવણી કરો છો તો લોન લેનાર લોન સમાપ્ત થતં જ તમને એનડીસી આપે છે. ચેક દ્વારા લોનના પ્રીપેમેન્ટ કરવાથી આ બધા ઇએમઆઇની ચૂકવણી બાદ લોન જાતે જ બંધ થઇ જાય છે. બેંક લોન લેનાર વ્યક્તિને પત્ર લખીને જાણ કરે છે કે તે પોતાની અસલી દસ્તાવેજ બેંક પાસેથી લઇ જાય. જો આવો પત્ર લોન લેનાર વ્યક્તિને મળતો નથી તો તેને લોન આપનારનો સંપર્ક કરવો જોઇએ. બેંકમાંથી મળનાર એનડીસી જો ખોવાઇ જાય છે તો બેંકનો સંપર્ક કરી તેની ડુપ્લીકેટ કોપી લેવી જોઇએ.

ક્લોઝર લેટર

ગ્રાહક લોન લીધા બાદ બેંક અથવા લોન લેનાર નો ડ્યૂઝ સર્ટિફિકેટ અથવા ક્લોઝર લેટર જાહેર કરે છે. આ સર્ટિફિકેટ અથવા લેટર જ આ વાતનું પ્રમાણ હોય છે કે તમે લોન ચૂકવણી કરી ચૂક્યા છે. કેટલીક બેંક એનડીસીની સાથે-સાથે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ પણ જાહેર કરે છે. ગ્રાહકોને બેંક એવા દસ્તાવેજ સંભાળીને રાખવા જોઇએ. જો પછી આ રીતે લોન લઇને ક્રેડિટ સ્કોરમાં કંઇક ગરબડી થાય છે તો તેના માટે લોન ચૂકવ્યા બાદ મળેલા સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ મદદગાર સાબિત થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube