• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

તૈયારી / હવે ફક્ત આટલા દિવસમાં આવી જશે પહેલી કોરોના વેક્સીન, કિંમતની પણ નહીં રહે ચિંતા

in India
તૈયારી / હવે ફક્ત આટલા દિવસમાં આવી જશે પહેલી કોરોના વેક્સીન, કિંમતની પણ નહીં રહે ચિંતા

દેશ અને દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે કોરોનાની વેક્સીનની રાહ જોવામાં આવી રહી છે. આ સમયે આશા રાખવામાં આવી રહી છે કે ભારતને વેક્સીનને લઈને લગભગ 73 દિવસનો સમય લાગે તેમ છે. આ સમયમાં કોવિશિલ્ડ વેક્સીન તૈયાર થઈ જશે. આ વેક્સીનને પુનાની સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં તૈયાર કરવામાં આવી રહી છે. રિપોર્ટના આધારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમના આધારે ભારત સરકાર પોતાના નાગરિકોને ફ્રીમાં રસી આપશે. એટલે કે તમારે આ માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.

  • જલ્દી આવી જશે કોરોનાની પહેલી વેક્સીન
  • સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તૈયાર કરી રહ્યું છે વેક્સીન
  • નાગરિકોને ફ્રીમાં અપાશે કોરોનાની વેક્સીન

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકારે એક વિશેષ નિર્માણ પ્રાથમિકતા લાયસન્સ આપ્યું છે. પ્રોટોકલની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. તેનાથી 58 દિવસમાં ટ્રાયલ પૂરું કરી શકાશે. આ યોજનાના આધારે ફાઈનલ ફેઝમાં ટ્રાયલનો પહેલો ડોઝ આજે અપાશે. બીજો ડોઝ 29 દિવસ બાદ અપાશે. ફાઈનલ ટ્રાયલ ડેટા અનુસાર 15 દિવસમાં અપાશે, આ સમય બાદ કોવિશીલ્ડને બજારમાં લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

1600 લોકો પર શરૂ થયું ટ્રાયલ
આ પહેલા ત્રીજા ચરણનું ટ્રાયલમાં 7-8 મહિનાની વાત હતી પરંતુ 22 ઓગસ્ટથી 17 સેન્ટર પર 1600 લોકો પર ટ્રાયલ શરૂ કરાયું છે. દરેક સેન્ટર પર લગભગ 100 વોલેન્ટિયર છે.

कब तक आएगी #कोरोना की #vaccine ?

पत्रकारों के इस सवाल पर मैंने उम्मीद जताई कि अगर सब कुछ ठीक रहा तो भारत इस साल के आखिर तक #coronavaccine हासिल कर लेगा। @MoHFW_INDIA @CSIR_IND @NDRFHQ pic.twitter.com/zqAxftKUdt

— Dr Harsh Vardhan (@drharshvardhan) August 22, 2020

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે એક કોરોના વેક્સીન કેન્ડિડેટ ક્લીનિકલ ટ્રાયલ ત્રીજા ચરણમાં છે. અમે આશ્વાસન આપીએ છીએ કે આ વર્ષના અંત સુધીમાં વેક્સીન તૈયાર થઈ જશે. મળતી માહિતી અનુસાર આ વેક્સીન સીરમ ઈન્સ્ટીટ્યૂટની હશે. કંપનીએ એસ્ટ્રાજેનેકા નામની કંપની સાથે એક એક્સક્લૂઝિવ એગ્રીમેન્ટ કર્યો છે અને તેનાથી ભારત અને અન્ય 92 દેશોમાં વેક્સીન વેચી શકાશે. બદલામાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ કંપનીને રોયલ્ટી ફી આપશે.

કેન્દ્રને જોઈશે 68 કરોડ ડોઝ
કેન્દ્ર સરકારે પહેલાંથી જ સંકેત આપ્યા છે કે તેની મદદથી સીધી વેક્સીન ખરીદાશે અને ભારતીયોને ફ્રીમાં રસી અપાશે. આ યોજના પર કામ ચાલી રહ્યું છે. આવનારા જૂન સુધીમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટથી 130 કરોડ ભારતીયોને 68 કરોડ ડોઝ મળશે. દર મહિને સીરમ ઈન્સ્ટીટ્યૂટથી 10 કરોડ ડોઝ મળી શકે છે. કંપનીએ આ માટે 200 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. એપ્રિલ 2021થી ઉત્પાદન વધારવામાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ દર વર્ષે 1.5 અરબ વેક્સીનના ડોઝ તૈયાર કરે છે જેમાં પોલીયોથી લઈને મીઝલ્સ સામેલ છે.

માનવામાં આવી રહ્યું છે કે સરકાર ICMR અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાનારી કોવેક્સીન અને ઝાયડસ કેડિલાની  ‘ZyCoV-D’ માટે ઓર્ડર કરી શકે છે. આ ટ્રાયલમાં સંપૂર્ણ રીતે સફળ થઈ શકે છે. બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન પણ લગભગ 1125 કરોડ રૂપિયાનું ફંડિંગ કરવા માની ગયું છે. તેનાથી કંપનીને વેક્સીનના 10 કરોડ ડોઝ બનાવવામાં મદદ મળી છે તેને ગરીબ દેશોમાં મોકલાશે. મળતી માહિતી અનુસાર એક ડોઝની કિંમત 1000 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા કરાઈ છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા
India

મહિલા IAS પૂજા સિંઘલના ઘરે EDની છાપેમારીમાં મળ્યા 25 કરોડ રોકડા મળ્યા

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…
India

યોગી બીજીવાર CM બન્યા તો છોડી દઇશ UP કહેનાર મુનવ્વર રાણાની દીકરીની સીટ પર શું…

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…
India

દુઃખદ કહેવાય ભારતના પહેલા સીડીએસ બિપિન રાવતનો દેહ બળીને ખાખ થઈ ગયો દેશને એમની ખોટ વર્તાશે…

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’
India

જમ્મુ કાશ્મીરઃ ‘આતંકવાદને આર્થિક મદદ, સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યું છે પાકિસ્તાન’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: