હિના ખાન વધારે એક વખત ટ્રોલ થઈ, બિગ બોસ માટે પહેરી લીધા ગમે તેવાં કપડાં, ફેન્સે નારાજ થઈને કરી ગંદી કોમેન્ટ

હિના ખાન વધારે એક વખત ટ્રોલ થઈ, બિગ બોસ માટે પહેરી લીધા ગમે તેવાં કપડાં, ફેન્સે નારાજ થઈને કરી ગંદી કોમેન્ટ

હિના ખાન તેની સ્ટાઇલ અને ફેશનેબલ શૈલી માટે જાણીતી છે પરંતુ તાજેતરમાં હિનાએ એક વિચિત્ર ડ્રેસ પહેર્યો હતો જે ચાહકોને જરાય પસંદ ન હતો. તાજેતરમાં હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં હિનાએ મલ્ટિ-કલર ટોપ પહેર્યો છે. આની ઉપર પ્લાસ્ટિક પ્રકારનો પારદર્શક જેકેટ છે અને નીચેના વસ્ત્રોમાં હિનાએ સિલ્વર અને વ્હાઇટ કલરનું મિની ટીઝર પહેર્યું છે.

આ લુક ખાસ બિગ બોસના પ્રીમિયર માટે બનાવવામાં આવ્યો

હિનાના આ નાટકીય લુકને સિલ્વર કલરના લાંબા બૂટથી વધુ વિચિત્ર બનાવવામાં આવ્યા છે. હિનાની હેરસ્ટાઇલ પણ કંઈક જુદી જ લાગે છે. જો કે, કેપ્શન દ્વારા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે હિના બિગ બોસ -14 ના પ્રીમિયરમાં ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહી છે. આ લુક ખાસ બિગ બોસના પ્રીમિયર માટે બનાવવામાં આવ્યો છે. કેપ્શનમાં બિગ બોસ 14 ની ટેગલાઇન હવે ચાહકો માટે રમત બનીને રહી ગઈ છે. આ વખતે હિના બિગ બોસમાં કંઈક બ્લાસ્ટ કરવા જઇ રહી છે. તે જ સમયે હિનાના ફેશન સેન્સને પસંદ કરનારા ચાહકો તેના લુક પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

હિનાએ બોયફ્રેન્ડ રોકી સાથે સગાઈ કરી લેવાની વાત વહેતી થઈ

હિનાની લવ લાઈફ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં હિનાએ રીંગ પહેરી છે, ચાહકો આનો અંદાજ લગાવી રહ્યા છે કે હવે સ્ટાઇલ ક્વીન હિનાએ તેના બોયફ્રેન્ડ રોકી સાથે સગાઈ કરી છે. જો કે હિના અથવા રોકી તરફથી આ સમાચાર અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

શુક્રવારે જ હિના ખાનનો જન્મદિવસ ગયો

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયથી નામ કમાવનાર અભિનેત્રી હિના ખાને ગઈ કાલે શુક્રવારે જ પોતાનો 33મો જન્મદિવસ મનાવ્યો. હિનાએ તેનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ બ્લેક કલરના ટ્યુબ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને પોઝ આપતા અનેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. ચાહકો હિના ખાનના આ લેટેસ્ટ ફોટોશૂટની પ્રશંસા કરી રહ્યા છે.

હિના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. આજે હિના ખાન પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે.

આ પહેલાં પણ હિના ખાન થઈ હતી ટ્રોલ

હિના ખાન અનેકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બનતી રહી છે. જો કે ક્યારેક તે ટ્રોલર્સને જબરદસ્ત વળતો જવાબ પણ આપે છે. હકીકતમાં હિનાએ પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં રોકી અને હિના ગણેશજીની મૂર્તિ સામે ચંપલ પહેરેલી સ્થિતિમાં જોવા મળ્યા છે. લોકોએ આ તસવીર જોઈને કંઈ સમજ્યા વિચાર્યા વગર તેમને ટ્રોલ કરવાનું કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પછી હિના ખાને એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે કોઈ મંદિરમાં નહીં પણ એક હોટેલના રિસેપ્શન પર ઉભી છે અને આ કારણે તેણે ચંપલ નહોતા ઉતાર્યા. હિનાએ જણાવ્યું છે કે માત્ર તે જ નહીં પણ મૂર્તિ સામેથી નીકળનાર દરેક વ્યક્તિ ત્યાંથી ચંપલ પહેરીને જ નીકળતી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube