હેડફોન કે ઈયરફોનનો વધારે પડતા ઉપયોગથી થઈ શકે આ ગંભીર બીમારી, કોરોનાકાળમાં વધી ફરિયાદ

મુંબઈઃ કોરોના વાયરસની મહામારીના કારણે અત્યારે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘરમાં જ રહેવાના કારણે કલાકો સુધી હેડફોન અથવા તો ઈયરફોનનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. લાંબા સમય સુધી હેડફોનનો ઉપયોગ કરવાના કારણે અન્ય સમસ્યાઓ પણ સામે આવી રહી છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ આ બાબતે ચિંતા દર્શાવી રહ્યાં છે.

કાનમાં ભયંકર દુઃખાવો
52 વર્ષના IT પ્રોફેશનલને તાજેતરમાં જ કાનમાં ભયંકર દુઃખાવો થયો હતો. જેની રિકવરી થતાં તેને 40 દિવસ જેટલો સમય લાગ્યો હતો. દાદરમાં ક્લિનિક ધરાવતા દિવ્ય પ્રભાતના જણાવ્યાનુસાર, ‘મને દરરોજ ચાર કે પાંચ દર્દીઓ એવા મળે જ છે કે, જેમને કાનનો દુઃખાવો થતો હોય. જેના કારણે તેઓ સરખી રીતે ઉંઘ પણ ન લઈ શકતા હોય.’

શું કહેવું છે ENT સ્પેશ્યિાલિસ્ટનું?
ENT સ્પેશ્યિાલિસ્ટનું કહેવું છે કે, આવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેઓ કાનની અંદર તેમજ બહારની તકલીફોથી પરેશાન હોય. આવું તેમને બેક્ટેરિયા અથવા તો ફંગસના કારણે પણ થાય છે. કાંદિવલીના ENT સર્જન વિકાસ અગ્રવાલના જણાવ્યાનુસાર, ‘સામાન્ય રીતે ચોમાસામાં કાનમાં ફંગસ અથવા તો બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોવું તે સ્વાભાવિક છે પરંતુ આ વર્ષે આ મુશ્કેલી કોરોનાની મહામારીમાં ઈયરફોન અને એરપોડ્સના ઉપયોગના કારણે વધી છે.’

હેડફોનથી થાય છે મુશ્કેલી
મોહન પુરોહિત (નામ બદલ્યું છે), એક મહત્વની કોર્પોરેટ કંપનીમાં આઈટી વિભાગના હેડ છે. તેમણે કામ દરમિયાન પોતાના પરિવારના સભ્યોને ડિસ્ટર્બ ન થાય તે માટે એરપોડ્સનો ઉપયોગ કરવાનું શરુ કર્યું હતું. તેમણે કહ્યું કે,’હું સવારે 9.30થી લઈને સાંજે 6 કલાક સુધી વચ્ચે માત્ર એક જ કલાકના બ્રેક સાથે હું હેડફોનનો ઉપયોગ કરું છું. સપ્ટેમ્બરની શરુઆતમાં મને કાનની સમસ્યા સર્જાઈ હતી પછી એક ENT સ્પેશ્યિાલિસ્ટે 10 દિવસનો એન્ટિબાયોટિક કોર્સ લખ્યો હતો. જેથી મને ખૂબ જ ફાયદો થયો હતો.’

ફરી શરુ થયું દર્દ
તેમણે આગળ જણાવ્યું કે, ‘જેવી કોર્સ અને ગોળીઓ રોકી દીધી કે તરત જ ફરી ફંગસ ચાલું થયું હતું અને સતત દર્દ થતું હતું. આ દરમિયાન મને સલાહ આપવામાં આવી કે તમે હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ. હું જેવો દાખલ થયો કે પરિવારને પણ ચિંતા થવા લાગી કારણકે કોરોનાનો પ્રકોપ પણ વધતો જઈ રહ્યો હતો.’ જે પછી 10 દિવસ માટે નર્સ એન્ટિબાયોટિકના ડોઝ દેવા માટે અઠવાડિયામાં 3 દિવસ તેના ઘરે આવવા લાગ્યા હતાં.

એક્સપર્ટ્સ આપે છે ચેતવણી
દુઃખાવાના કારણે ડોક્ટરોએ તેને ચેતવણી આપી કે તેઓ 30% જેટલી સાંભળવાની શક્તિ ગુમાવી શકે છે. જે પછી કાનના દુઃખાવામાંથી રિકવરી આવતા આવતા તેમને 40 દિવસ લાગ્યા હતાં. 10માંથી 9 દર્દીઓને કાનનો દુઃખાવો અને બેક્ટેરિયલ તેમજ ફંગસ ઈન્ફેક્શન નોર્મલ હોય છે. ડોક્ટર પ્રભાતના જણાવ્યાનુસાર, ‘આવા ડિવાઈસનો ઉપયોગ બે કલાકથી વધારે ન કરવો જોઈએ બાકી નુકસાન થઈ શકે છે.’

બેક્ટેરિયલ ફંગસથી બચવાના ઉપાય
આ ઉપરાંત જો બેક્ટેરિયલ અથવા તો ફંગસના નુકસાનથી બચવું હોય તો તેની સૌથી સરળ રીત ઈયરફોનનો ઉપયોગ કરતા સમયે સ્પિરિટ અથવા તો સેનિટાઈઝરથી તેને સાફ કરવું જોઈએ. વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસિસ હેતુ ઈયરફોનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આથી વિદ્યાર્થીઓને કાનમાં દર્દ થાય છે અને મુશ્કેલીઓ પણ ઉદ્ભવે છે. ડોક્ટર્સનું માનીએ તો મોટાભાગે લોકો કામ કરવા માટે આઠ કલાકથી વધારે ઉપયોગ કરે છે. જેથી સાંભળવામાં પણ તકલીફ થઈ શકે છે. ડોક્ટર્સે લોકોને પોતાની આદત બદલવા માટે સલાહ આપી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube