Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

Bank Loan:- હવે લોન માટે નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, આ બેન્ક આપી રહી છે માત્ર 48 કલાકમાં જ લોન

લોનની વાત આવે એટલે આપણ મગજમાં તુરંત જ તેના ડોક્યમેન્ટને લઈને ચિંતા થવા લાગે ઉપરાંત કેટલાય ધક્કા ખાવા પડે તે તો અલગ. એવામાં જો કોઈ તમને કહે કે માત્ર 48 કલાકમાં હોમ લોન મળી રહી તો તેવી ખુશી થાય. આજે અમે તમને એ જ જણાવવાના છીએ કે 48 કલાકમાં કઈ બેન્ક આપી રહી છે લોન.

કોરોનાકાળમાં મોટાભાગની બેન્ક પોતાની સેવાઓને ડિજિટલ રીતે ગ્રાહકો માટે લઇને આવી રહી છે. તેવામાં હવે હોમ લોન લેવા માટે બેન્કોના ધક્કા નહી ખાવા પડે. પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રાએ એક નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત ગ્રાહકોને હોમ લોન 48 કલાકથી પણ ઓછા સમયમાં મળી જશે. તેના માટે ગ્રાહકોએ હાવ દસ્તાવેજ, અરજીના સમયે ઓનલાઇન જ જમા કરાવાના રહેશે.

કેવી રીતે કરશો અરજી

કોટક ડિજી હોમલોન માટે આવેદનની પ્રક્રિયા સરળ છે.

અરજદારોએ www.kotak.com પર હોમ લોન એપ્લિકેશન પેજ પર કેટલાક પર્સનલ અને પ્રોપર્ટીની ડિટેલ્સ આપવાની રહેશે.

ત્યાર બાદ એક રિલેશનશિપ મેનેજર સરળ ઓનલાઇન પ્રોસેસ દ્વારા અરજદારનું માર્ગદર્શન કરશે.

ડિજિટલ એપ્લીકેશન ફોર્મ અને સંબંધિત દસ્તાવેજોને ઓનલાઇન જમા કરવા પર, લોન પ્રોસેસ થઇને 48 કલાકમાં જ મંજૂર થઇ જશે.

લોન માટે નિયમો

What is Processing Fees in Home Loans? - Home Loan Stories - Kotak Bank

હાલ વર્તમાન અને નવા ગ્રાહક કોટક ડિજી હોમ લોન સુવિધાના માધ્યમથી હોમ લોન માટે અરજી કરી શકે છે. કોટક ડિજી હોમ લોન સુવિધા હાલ નવા હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર મામલાની સાથે વેતનભોગી, સ્વરોજગારવાળા ઉદ્યમીઓ અને પ્રોફેશનલ્સ સહિત અન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

સપનાનુ ઘર બસ થોડી ક્લિકમાં

કોટક મહિન્દ્રા બેન્કના કંઝ્યુમર એસેટ્સના પ્રેસિડેંટ અંબિજ ચાંદનાએ જણાવ્યું કે, કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી ગયું છે. ગ્રાહકો માટે તે સરળ બની ગયુ છે અને સુવિધા પણ મળી છે. કોરોના કાળમાં ઘરે બેસીને ઓનલાઈન સેવાનો લાભ લઈ રહ્યા છે. તેના ઘણા ફાયદા પણ છે. એક તો પોતાનો સમય બતશે બીજુ કે કોરોનાકાળમાં અન્ય લોકોના સંપર્કમાં આવશે નહી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થશે.

એક ડિજિટલ-પ્રથમ બેન્ક રૂપે, અમારો ઉદ્દેશ તે સુનિશ્વિત કરવાનો છે કે ગ્રાહક પોતાના ઘરોમાં આરામથી બેન્કિંગ સેવાનો લાભ લઈ શકે. તેને ધ્યાનમાં રાખીને અમને કોટક ડિજી હોમ લોન લૉન્ચની ઘોષણા કરતા ખુશી થઇ રહી છે. આ એક સંપૂર્ણ રીતે ઓનલાઇન મંજૂરી પ્રક્રિયા છે જેના માધ્યમથી ગ્રાહક પોતાના સપનાનુ ઘર બસ થોડી ક્લિકમાં સુરક્ષિત રીતે અને ક્યાય પણ ઓફિસના ધક્કા ખાયા વગર પ્રાપ્ત કરી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

રૂપિયાએ સોના-ચાંદીની ચમક ઘટાડી:સોના-ચાંદીના ઘટાડામાં રૂપિયો વિલન, 28 પૈસા તૂટતા ઝડપી ઘટાડો અટક્યો

Nikitmaniya

LPG ગેસ સિલેન્ડર પર સબસીડીને લઇને આવ્યા એવા સમાચાર કે…જે જાણીને તમને પણ લાગશે ઝાટકો

Nikitmaniya

વાયુ પ્રદૂષણને અટકાવવાનો પ્રયાસ:રાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે, ઇ-રીક્ષા માટે રૂ.48000ની આર્થિક મદદ મળશે

Nikitmaniya