હવે ખૂબ જ ઓછા ભાવે મળશે MG Hector, મોટી કાર ખરીદવાનું સપનું થશે પૂરું

એમજી મોટરે પોતાના ભારતીય સફરમાં એક નવી દિશા તરફ પ્રયાણ કર્યો છે. કંપનીનું કહેવું છે કે, નવીની સાથે હવે તેઓ બજારામાં પોતાની જૂની કારો પણ ખરીદશે અને વેચશે. આ કારો MG Reassure નામથી શરૂ કરવામાં આવેલા કાર્યક્રમ હેઠળ વેચવામાં આવશે. તેનો એ પણ ઉદ્દેશ છે કે ડીલરશિપ પર એમજીના મોજૂદ ગ્રાહકોને પોતાની કારો પર સારી કિંમત આપી શકાય. આવી કારોને 160 અલગ રીતની ટેસ્ટથી પસાર થવું પડશે, જેથી બાદમાં તેમને ખરીદી અને વેચી શકાય.

કંપનીના મોજૂદ ગ્રાહકો પોતાની જૂની કારોથી કોઇપણ નવી કારની સાથે બદલી પણ શકે છે. એમજી મોટર ઈન્ડિયાના એક એધિકારીએ જણાવ્યું કે, MG Reassure પ્રોગ્રામના માધ્યમથી અમે એમજીની સર્વશ્રેષ્ઠ રીસેલ વેલ્યૂની પારદર્શિતા, સ્પીડ અને વિશ્વાસ આપનારું એક પ્લેટફોર્મ બનાવવા માગીએ છીએ. જેના હેઠળ ભારત ભરમાં અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ કારો મળી શકે. આ પહેલા ગ્રાહકોને અમારી પાસે રોકી રાખશે અને તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે એમજી પરિવારની અંદર રહેતા પોતાની કાર બદલી શકે છે.

સેકન્ડ હેન્ડ કાર બજારમાં ઉતારશે એમજી

એમજી મોટર ઈન્ડિયા જૂની કે સેકન્ડ હેન્ડ કારોના બજારમાં ઉતરી ગઇ છે. એમજી મોટર ઈન્ડિયાએ સોમવારે નિવેદન બહાર પાડી આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે તેની ડીલરશિપ પર ગ્રાહકોને એમજી કારો માટે સર્વશ્રેષ્ઠ મૂલ્ય મળશે.

160 ગુણવત્તા તપાસ પછી થશે વેચાણ માટે તૈયાર

કંપનીનું કહેવું છે કે સેકન્ડ હેન્ડ કારોનું આંકલન 160 ગુણવત્તાની તપાસના આધારે કરવામાં આવશે. કારોના પુનઃવેચાણ પહેલા કંપની તેમાં દરેક જરૂરી સુધારા અને રિપેરિંગ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમજી કારોના માલિક પોતાની કારોને સરળતાથી વેચી શકશે. તેમના માટે જૂની કારોના બદલામાં નવી કંપનીના મોડલ લેવાની બાધ્યતા રહેશે નહીં.

કંપનીની માને તો તેના વાહનોને જૂના કાર બજારમાં સારી કિંમત મળે છે. જે સેગમેન્ટની અન્ય કારોથી શ્રેષ્ઠ છે. ઉદ્યોગ રિપોર્ટના આધારે એક વર્ષના ઉપયોગ પછી એમજી હેક્ટરનું મૂલ્ય ખરીદેલા ભાવના 95-100 ટકાની સીમામાં રહે છે. જે કારોને આ કાર્યક્રમ હેઠળ ખરીદવામાં આવશે તેમને 3 વર્ષ અને અસીમિત કિમી વોરન્ટી, 3 વર્ષની રોડ સાઇડ સહાયતા અને સ ફ્રી સર્વિસ મળશે. કંપનીનું માનીએ તો આ દેશમાં જૂની કારો પર આપવામાં આવતી સુવિધાઓમાં સૌથી બેસ્ટમાની એક છે.

એમજી મોટર ઈન્ડિયા હાલમાં ભારતીય બજારમાં હેક્ટર, હેક્ટર પ્લસ અને ZS ઈલેક્ટ્રિક વાહન વેચે છે. ફેસ્ટિવલ સીઝનમાં કંપનીની ગ્લોસ્ટર SUV રજૂ કરવાની યોજના છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube