કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ લાવી દીધી હતી. પરંતુ હવે તેમાંથી ધીમીધીમે છૂટકારો મળવા જઈ રહ્યો છે. 5 મહિનાથી જે સેક્ટરો બંધ કર્યા હતા તે બંધ સેક્ટરને ધીમેધીમે ખોલવાની તૈયારી કરાઈ રહી છે. આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને સૂચનાથી ધીમેધીમે લગ્નોમાં છૂટછાટ મળવા જઈ રહી છે. હવેથી લગ્નોમાં ગમે એટલા મહેમાનોને બોલાવવાની છૂટ મળશે. પરંતુ તેમાં સરકારે અમુક નિયમો નક્કી કર્યા છે. સરકારના કોરોના નિયમો અનુસાર મેરેજ હૉલની ક્ષમતાથી અડધા મહેમાનોને છૂટ મળી શકે છે. આ સિવાય સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ શરૂ થઈ શકે છે.

કોરોના મહામારીના કારણે રાજ્ય સહિત આખા દેશમાં લગ્નમાં ગણ્યાગાઠ્યા લોકોને જ બોલાવવાની પરમિશન હતી, પરંતુ હવે તમે પહેલાની જેમ ધામધૂમ પૂર્વક લગ્ન કરવા માંગતા હોય તો કરી શકશો. તમારા લગ્નમાં તમે ઈચ્છિત ગમે તેટલા માણસોને બોલાવી શકો છો, પરંતુ તેના માટે તમારે મહેમાનોની સંખ્યા કરતા બમણી ક્ષમતાવાળો હોલ કે મેદાન રાખવું પડશે.

આ સિવાય તમે લગ્નના હોલમાં તેની ક્ષમતાના 50 ટકા અડધા લોકોને બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે. 23 માર્ચથી લૉકડાઉન લાગુ થયા બાદ આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લદાયો હતો.

એક ઉદાહરણ તરીકે તમે સમજાવીએ તો તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ. આ જ રીતે 200 દર્શકો માટે 400ની ક્ષમતાવાળો હોલ કે મેદાન હોવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકારે ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિક-કાર્યક્રમોનાં શૂટિંગ માટે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે શૂટિંગ શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) જારી કરી હતી. જાવડેકરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ ગાઇડલાઇન તૈયાર કરાઈ છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જારી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સનું પાલન કરીને ફિલ્મ તથા ટેલિવિઝિન ધારાવાહિકોનું શૂટિંગ શરૂ કરી શકાશે. જે લોકો કેમેરાનો સામનો કરે છે તેમના સિવાયના તમામ લોકો માટે ફેસમાસ્ક ફરજિયાત રહેશે. ગાઇડલાઇન જારી થવાના કારણે ન કેવળ ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિકોના શૂટિંગ શરૂ થશે પરંતુ રોજગારનું સર્જન પણ થશે. અમે આંતરરાષ્ટ્રીય અનુભવના આધારે ગાઇડલાઇન તૈયાર કરી છે. ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિકો અર્થતંત્રનું અગત્યનું અંગ છે અને તેના દ્વારા લાખો લોકોને રોજગાર મળે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube