હવે આ રીતે ઘરબેઠા બનાવો ડ્રાઈવિંગ લાયસન્સ, જાણી લો કેટલી છે ફીસ અને કેવી રીતે કરવુ અપ્લાઈ, જાણીલો માત્ર એક ક્લિક પર…

મિત્રો, જ્યારે તમે ગાડી ચલાવો ત્યારે ડ્રાઈવિંગ લાયસન્સ હોવુ અત્યંત આવશ્યક છે. આજથી થોડા સમય પહેલા લાયસન્સ કઢાવવા માટે લોકોને આર.ટી.ઓ. ઓફિસના ચક્કર લગાવવા પડતા હતા પરંતુ, હવે કોરોનાકાળમા આ બધી જ પ્રક્રિયા ઓનલાઈન થઈ ચુકી છે. જો તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવુ હોય તો તમે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારે ગાડી સંબંધિત અમુક દસ્તાવેજો સાથે રાખી ફોર્મમા અમુક વિગતો ભરવાની રહેશે. તો ચાલો આ અંગે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર :

તમારા રહેણાંકની ઓળખ માટે વોટર આઈ.ડી., આધાર કાર્ડ, પાસપોર્ટ, વિજળી તથા ટેલિફોન બિલ, હાઉસ ટેક્સની રસીદ, રાશન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સ ની આવશ્યકતા પડશે. આ સિવાય ઉંમર પ્રમાણપત્ર માટે જન્મ નો દાખલો, પાનકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ૪ ફોટાની આવશ્યકતા પડશે. લાયસન્સ માટે તમારે સૌથી પહેલા http:/parvivahan.gov.in/sarathiservices/newLLDet.do વેબસાઈટ પર જવાનુ રહેશે. અહી જઈને ડ્રાઈવિંગ લાયસન્સ પર ક્લિક કરવાનુ રહેશે અને ત્યારબાદ ત્યા માંગેલી વિગતો ભરવાની રહેશે.

ફી અંગેની વિગતો :

ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે તમારે એક નિશ્ચિત કરેલી ફી ભરવાની રહેશે. જો તમે લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી રહ્યા છો તો તમારે ૨૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે તો વળી લર્નિંગ લાયસન્સને અપગ્રેડ કરવા માટે વધુ ૨૦૦ રૂપિયા આપવાની રહેશે.

આવશ્યક નીતિ-નિયમો :

ડ્રાઈવિંગ લાયસન્સ માટે સરકાર તરફથી અમુક નીતિ-નિયમો તૈયાર કરવામા આવ્યા છે. તેના આધાર પર જ વ્યક્તિને લાયસન્સ માટે યોગ્ય માનવામા આવશે. નીતિ-નિયમ મુજબ સેલ્ફ સ્ટાર્ટ મોટરસાઈકલ માટે ૧૬ વર્ષની ઉંમર હોવી આવશ્યકતા છે. જો ૧૮ વર્ષથી ઓછી ઉંમર છે, તો તેના માતા-પિતાની મંજૂરી લેવી આવશ્યક છે તો વળી ગિયરવાળા વાહન માટે અરજી કરતી વખતે ૧૮ વર્ષની ઉંમર હોવી આવશ્યક છે. વ્યવસાયિક વાહનોના લાયસન્સ માટે ઓછામાં ઓછો ૮ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. આ ઉપરાંત ચાલકને વાહનવ્યવહાર સંબંધિત નિયમોની જાણકારી હોવી આવશ્યક છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube