ચલતા ફિરતા ઘર

Image Source

આપણે ઘણા બધા ઘર જોયા છે જેમ કે, બોલીવુડ સેલેબ્સના શાનદાર વિલા, બંગલો, એપાર્ટમેન્ટ વગેરે. જયારે સામાન્ય વ્યક્તિઓના ઘર જેવા કે, ઝુંપડી, 1 BHK ફ્લેટ, રો- હાઉસ, ટેનામેન્ટ, વગેરે. આવા જ ઘણા બધા ઘર આપણે જોઈએ છીએ. જો કે, ભારત દેશ વસ્તીની બાબતમાં દુનિયામાં બીજા સ્થાને આવે છે. એટલા માટે સ્વાભાવિક વાત છે કે, લોકોને રહેવા માટે ઘરની જરૂરિયાત પડે છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાનું ઘર ખરીદી શકે તેટલા સક્ષમ હોતા નથી તેમ છતાં આ બધા જ ઘર સ્થાયી હોય છે એટલે કે, એક જ જગ્યાએ રહી શકે તેવા ઘર.

Image Source

આજે અમે આપને એક એવા ઘર વિષે જણાવવા જઈ રહ્યા છે જેને આપ જ્યાં ઈચ્છો ત્યાં લઈને જઈ શકો છો. ચાલો જાણીએ આ ઘર વિષે વિસ્તૃતથી…

Image Source

ઘર તો આપણે ઘણા બધા જોયા હશે જેમાં ઘણા પ્રકારની સુવિધાઓ હોય છે પરંતુ આજે અમે જે ઘર (Home) વિષે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. તેના વિષે જાણીને આપ જરૂરથી હેરાન થઈ જશો. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર એક લાખ રૂપિયામાં બનેલ એક ઘરની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

Image Source

ખાસ વાત એ છે કે, આ ઘરને આપ જ્યાં ઈચ્છો છો ત્યાં લઈને જઈ શકો છો. ખરેખરમાં આ ઘરને એક ઓટોરીક્ષાને મોડીફાઈ કરીને બનાવવામાં આવ્યું છે. આ ઘરને તમિલનાડુ રાજ્યમાં રહેતા ૨૩ વર્ષની ઉમર ધરાવતા એક નવયુવક દ્વારા બનાવવામાં આવ્યું છે. આ નવયુવકનું નામ અરુણ પ્રભુ છે.

આ ઘરમાં બેડરૂમ, લિવિંગ રૂમ, કિચનની સાથે એટેચ ટોયલેટ પણ છે. આ ઘરમાં બે વ્યક્તિ આરામથી રહી શકે છે. ખુલ્લી હવામાં બેસવાનું મન થાય છે તો એક આરામદાયક ખુરશી પણ ઓટોની છત પર રાખી શકાય તેવી વ્યવસ્થા (Arrangement) કરવામાં આવી છે. ૩૬ સ્કેવર ફૂટમાં બનેલ આ ઘરમાં પાણીની વ્યવસ્થા માટે ૨૫૦ લીટરની વોટર ટેંક રાખવામાં આવી છે. ઉપરાંત આ ઘરમાં વીજળીની વ્યવસ્થા માટે ૬૦૦ વોટની સોલર પેનલ લગાવવામાં આવી છે. આ ઘરમાં દરવાજા અને ઉપરની છત પપર જવા માટે સીડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Image Source

તમિલનાડુ રાજ્યના રહેવાસી અરુણ પ્રભુએ આ ઘરને જૂની વસ્તુઓને રીસાઈકલ કરીને બનાવવામાં આવ્યું છે. પાંચ મહિનામાં બનેલ આ ઘરની ડીઝાઈનએ બધાને પ્રભાવિત કરી રહી છે. તમિલનાડુ રાજ્યના નિવાસી અરુણ પ્રભુએ બેંગલુરુની ડીઝાઈન અને આર્કિટેક કંપની બિલબોર્ડની સાથે મળીને આ ઘરને બનાવવામાં આવ્યું છે. આપને પણ આ ઘર જોઇને મનમાં થઈ રહ્યું હશે કે, આ ઘર આપ જલ્દી જલ્દી ખરીદી લો..

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube