આઇપીએલ 2022ની 51મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં મુંબઇએ ગુજરાત સામે 5 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે જ ગુજરાતને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતે આ સિઝનમાં ટોટલ 11 મેચોમાંથી 3 મેચોમાં હાર મેળવી છે અને 8 મેચોમાં જીત મેળવી છે.
સમગ્ર મેચની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઇની ટીમે 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 172 રન બનાવી શકી હતી. જેના કારણે ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો.
સતત બીજી હાર મળતા હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. મુંબઇ માટે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન આપશે નહીં. અત્યાર સુધી તેને તક આપવામાં આવી પરંતુ તે સફળ સાબિત થઇ શક્યો નહીં. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા હવે તેના પર દયા હશે નહીં. તો ચાલો જાણીએ આ વિસ્ફોટક ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતનો ફાસ્ટ બોલર પ્રદીપ સાંગવાનને છેલ્લી ત્રણ મેચોમાં તક આપવામાં આવી પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તાજેતરમાં રમાયેલી મુંબઇ સામેની મેચમાં તેણે પોતાની 3 ઓવરમાં 24 રન આપ્યા હતા. આ ઉપરાંત 1 વિકેટ લીધી હતી. આ મેચમાં તે શરૂઆતની બે ઓવરમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો.
31 વર્ષના આ ખેલાડીને હાર્દિક પંડ્યા દ્વારા પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી પરંતુ તે રન આપવામાં ખૂબ જ ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે. જેના કારણે હાર્દિક પંડ્યા દ્વારા ફરી એકવાર તેના સ્થાને યશ દયાલને પરત લાવવામાં આવી શકે છે. યશ દયાલ અત્યાર સુધી ગુજરાત માટે સારૂ પ્રદર્શન કરી ચૂક્યો છે. તેણે આ સિઝનમાં ગુજરાત માટે 4 મેચમાં 7 વિકેટ લીધી છે.
મુંબઇ સામેની હાર બાદ હવે ગુજરાતની આગામી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમાવાની છે. આ ત્રણમાંથી કોઇપણ એક મેચમાં જીત મેળવીને તે પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. આ વર્ષે આ ટીમ ઘણી મજબૂત છે. આવી સ્થિતિમાં ટ્રોફી જીતવાની પણ સૌથી મોટી દાવેદાર છે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.