હાલ આ બેરોજગારી અને કોરોના મહામારી વચ્ચે રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર નો જબરો નિર્ણય, હવે અનાજ ની સાથોસાથ મળશે આ વસ્તુઓ, જાણો શુ કહ્યુ સરકારે?

મિત્રો, ગુજરાતમા હાલ પ્રવર્તમાન સમયમા કોરોનાની મહામારીનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. હાલ સરકાર દ્વારા આ મહામારીના સમયમા પ્રજાના હિતને ધ્યાનમા રાખીને એક મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય મુજબ સસ્તા ભાવે મળતી અનાજની દુકાનો પરથી જ રાશનકાર્ડ ધારકોને હવે એક કિલો કપાસિયા ઓઈલ પણ અનાજની સાથે જ મળશે. આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લોકોના વ્યવસાય અને રોજગારમા પડેલી નકારાત્મક અસરોને લઈને સરકાર દ્વારા લોકહિત માટે લેવામા આવ્યો છે.

એક મહત્વપૂર્ણ નિર્ણય :

તમને જણાવી દઈએ કે, વર્તમાન સમયમા ગુજરાત રાજ્યમા કોરોના વાયરસને લઈને નિરંતર કથળી રહેલી સ્થિતિને જોઈને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે. હાલ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાના હિતને ધ્યાનમા રાખીને અનેકવિધ પ્રકારના નિર્ણયો લેવામા આવ્યા છે. હાલ , વ્યવસાયમા જે પ્રકારની માઠી અસર પડી છે, તેના કારણે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સરકાર હવે રાશનકાર્ડ ધારકોને એક લીટર કપાસિયા તેલ પણ આપશે. આ નિર્ણય હાલ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા લેવામા આવ્યો છે.

રાજ્ય સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય :

હાલ, અમદાવાદ, સુરત , વડોદરા જેવા મેગાસિટીમા કોરોના વાયરસનુ સંક્રમણ નિરંતર વધી રહ્યુ છે ત્યારે લોકોના બહાર આવવા-જવા અને ધંધા પર અનેક પ્રકારના નિયંત્રણોને લઈને રોજગાર અને ધંધાને અસરો થઇ રહી છે. આવા સમયે સરકારે પણ લોકોને સહાય કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે હવે ગુજરાતમા વકરતા કોરોના વાયરસની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે.

અનાજ સાથે મળશે એક લીટર કપાસિયા ઓઈલ :

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા તેલની ખરીદીને લઈને નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે. હાલ રાજ્ય સરકારના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા પણ આ અનુસંધાને તેલની ખરીદી કરવામા આવી છે. સરકાર હાલ રેશનકાર્ડ ધારકોને અનાજ સાથે એક લીટર કપાસિયા તેલ પણ મફતમા જ આપશે. આ નિર્ણય લેવાયા બાદ હવે શક્ય તેટલી જલ્દી જ સરકારી રાશનની દુકાનો પર આ સુવિધા ઉપલબ્ધ કરવામા આવશે.

અંદાજે ૩૬ લાખ જેટલા તેલના પાઉચની ખરીદી :

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ સુવિધા શક્ય તેટલી વહેલી ઉપલબ્ધ કરાવવા અંગેની કામગીરી શરુ કરવામા આવી રહી છે. હાલ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અંદાજે ૩૬ લાખ જેટલા તેલના પાઉચની ખરીદી કરવામા આવી છે. જે તેલની ખરીદી કરવામા આવી હતી, એ જથ્થાને અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમા પહોંચાડવામાં આવ્યો છે. હાલ, આગામી દિવસોમા તેલનુ વિતરણ પણ શરૂ કરવામા આવી શકે.

લોકોને મળશે તેલની સહાયનો લાભ :

હાલ, પ્રવર્તમાન સમયમા રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સમસ્યાને પહોંચી વળવા રાશનકાર્ડ ધારકો માટે એક અગત્યનો નિર્ણય લેવામા આવ્યો છે. સરકાર દ્વારા લાખો પરિવારોને આ તેલનો જથ્થો પહોંચાડવામાં આવશે. આ જથ્થો એક અઠવાડિયાની અંદર તમામ રાશનની દુકાનો સુધી પહોંચાડવામાં આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube