રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1372 લોકો કોરોના પોઝિટિવ સાથે 15 દર્દીના મોત, આજે વધુ 1289 સંક્રમિત થયા સાજા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે 1372 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1289 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3370 પર પહોંચી ગયો છે. તો હાલમાં 86 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 107701 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 61,907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૩૯ લાખ ૮૬ હજાર ૩૭૦ લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ ૬,૨૦,૩૮૫ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,18,481 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 419 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1372
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 127541
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ -15
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1289
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 16470

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં કોલેજનાપીજી એકાઉન્ટ, પરીક્ષા જનરલ અને

સુરતમાં વધ્યો કોરોનાનો કહેર

સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે તંત્ર દ્વારા સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરતના કુલ આઠ ઝોનમાં આવેલા ફ્લોર મિલના સંચાલકો સહિત કામ કરતા કર્મચારીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા.

દર્દી એકદમ સ્વસ્થ હતા

રાજકોટની હોસ્પિટલમાં દર્દીને માર મારવાનો મામલો હજુ ભુલાયો નથી, ત્યાં ફરી ઓરેન્જ કોવિડ હોસ્પિટલમાં હોબાળો જોવા મળ્યો છે. 51 વર્ષના કોરોનાના એક દર્દીનું મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ તેઓએ તેમના સ્વજન સાથે સવારે 4 વાગ્યા કરી હતી ત્યારે દર્દી એકદમ સ્વસ્થ હતા. અને ત્રણ કલાકમાં જ દર્દીનું કેવી રીતે મોત નિપજ્યું. દર્દીના સંબંધીઓ દ્વારા હોબાળો થતા મામલો થાળે પાડવા પોલીસ પણ પહોંચી હતી. ત્યારે હોસ્પિટલનું કહેવું છે કે, એક પરિવારને 40 હજારનું ઇન્જેક્શન લેવા માટે કહ્યું તે જ સમયે આ દર્દીનું મોત થયું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube