પ્રખ્યાત ફિલ્મ મેકર અને સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડના સ્થાપક, અભિષેક જૈને ફિલ્મ ‘હમ દો હમારે દો’ ફિલ્મ સાથે તેમનું બોલિવૂડ ડિરેક્શનલ ડેબ્યૂ કર્યુ છે. સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ દ્વારા નિર્મિત અભિષેક જૈનની ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ ‘કેવી રીત જઈશ?’, ‘બે યાર’ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ સાથે અભિષેક જૈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી બેન્ચમાર્ક સેટ કર્યો છે.
ફિલ્મ પ્રોડક્શન હાઉસની સાથે, ગુજરાતી પ્રેક્ષકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા અને વિવિધ શૈલીમાં સર્જનાત્મક અને ક્વોલિટી કન્ટેન્ટ આપવા માટે અભિષેક જૈને તાજેતરમાં સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ અને ખુશી એડવર્ટાઇઝિંગના બેનર હેઠળ પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘ઓહો ગુજરાતી’ની સ્થાપના કરી
ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે’ ના સૂત્ર સાથે ‘ઓહો ગુજરાતી’ નું લોન્ચ ‘વિઠ્ઠલ તીડી’ સિરીઝ સાથે કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગર્વ અને આનંદની વાત છે, કારણ કે ‘ઓહો’ પ્લેટફોર્મ ગુજરાતી ભાષામાં ઉભરતા અને સ્થાપિત લેખકો, દિગ્દર્શકો અને કલાકારો વગેરેને તેમની સર્જનાત્મકતા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રદર્શિત કરવા પ્રોત્સાહિત કરશે. આ પ્લેટફોર્મ બ્રાન્ડ ઇન્ટિગ્રેશન માટે યુનિક અને સર્જનાત્મક રીતો ઑફર કરે છે અને સફળતાપૂર્વક દેશભરની વિવિધ બ્રાન્ડ્સ સાથે જોડાઈને દર્શકોને અવનવું કન્ટેન્ટ પ્રદાન કરે છે.
ઓહો ગુજરાતી’ની તમામ વેબ સિરીઝના પ્રેમીઓ તેને પરિવાર સાથે જોઈ શકશે. 6 મહિનાથી પણ ઓછા સમયગાળામાં ‘ઓહો’ અત્યાર સુધીમાં 45 લાખ વ્યુઝ સાથે 48 હજાર સબ્સ્ક્રિપ્શન સુધી પહોંચી ગયું છે અને દરરોજ નવા કન્ટેન્ટ સાથે વધુ ને વધુ વિકસિત થઇ રહ્યું છે. અભિષેક જૈન અને તેમની ટીમના સતત પ્રયાસોના પરિણામે જ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે આવું વિશાળ વિઝન જોવાનું શક્ય બન્યું છે.
અભિષેક જૈનની ડિરેક્શનલ ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મ ‘હમ દો હમારે દો’ સાથે વિશ્વભરના દર્શકોને હવે એક નવું હિન્દી ફેમિલી એન્ટરટેઇનર કન્ટેન્ટ માણવા મળશે, જે એક હિન્દી કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, કૃતિ સેનન, પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં છે. અપારશક્તિ ખુરાના, મનુ ઋષિ અને પ્રાચી શાહ સહાયક ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી એક યુવાન દંપતી વિશે છે (રાવ અને સેનન દ્વારા ભજવવામાં આવેલ) જે માતા-પિતાને દત્તક લેવા આતુર હોય છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન દ્વારા મેડૉક ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું ,છે જ્યાં અભિષેકના સિનેમેન પ્રોડક્શન્સ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સહ નિર્માતા તરીકે પ્રવેશ કરી રહ્યું છે, અને આ ફિલ્મ 29મી ઑક્ટોબર 2021થી માત્ર ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ ચૂકી છે. આ દિવાળીમાં આ ફિલ્મ દર્શકો માટે અત્યાર સુધીની સૌથી મોટી ફેમિલી એન્ટરટેઇનર બનશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.