• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

વાયુ પ્રદૂષણને અટકાવવાનો પ્રયાસ:રાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે, ઇ-રીક્ષા માટે રૂ.48000ની આર્થિક મદદ મળશે

in Business
વાયુ પ્રદૂષણને અટકાવવાનો પ્રયાસ:રાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે, ઇ-રીક્ષા માટે રૂ.48000ની આર્થિક મદદ મળશે

રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રીક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.

વાહનોના ચાર્જિંગની સુવિધાઓ ઊભી કરવા રૂ.50 લાખની યોજના અમલમાં મુકી
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી રૂપે રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ તરીકે આ પર્યાવરણપ્રિય ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. તેની સાથેસાથે બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 11 વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.

દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર
વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ સમારોહને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લિન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ક્લાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેય માસ મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતું રાજ્ય છે. સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય છે. સાથે જ પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. એ માટે સોલાર રૂફટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે.

ચાલુ વર્ષે 2 લાખ રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાનો લક્ષ્યાંક
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ગુજરાત રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સબસિડી સહાયથી 1 લાખ 38 હજારથી વધુ ઘરોમાં કુલ 510 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. ચાલુ વર્ષે પણ રૂ. 912 કરોડની જોગવાઇથી 2 લાખ રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાની નેમ છે.

અંદાજે 2 લાખ ટન કાર્બનડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો અટકે છે
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત પૂન:પ્રાપ્ય ઉર્જામાં પણ અગ્રેસર છે.રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા 35,500 મેગાવૉટ છે.ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં પુન:પ્રાપ્ય ઉર્જાનો ફાળો 30 ટકા છે,જે નેશનલ એવરેજ 23 ટકા કરતાં વધુ છે. બિનપરંપરાગત ઉર્જાના અસરકારક અમલને કારણે વર્ષ દરમિયાન અંદાજે 2 લાખ ટન કાર્બનડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો અટકે છે અને વીજ ઉત્પાદન માટે 1 કરોડ ટન કોલસાની બચત થાય છે. વાતાવરણની શુદ્ધતા પણ જળવાય છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.
Business

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે
Business

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની
Business

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની

Business

૧૫૨ રૂપિયામાં જીયો એ લોન્ચ કર્યો બમ્પર પ્લાન, આ પ્લાનથી એરટેલ અને વોડાફોન-આઇડિયાને પરસેવો વળી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: