-સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો

-અનિલ અંબાણી સ્પેક્ટ્ર્મ વેચી રહ્યા છે

મુંબઇ તા.11 ઑગષ્ટ 2020 મંગળવાર

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ પૂછ્યો હતો કે તમારે અનિલ અંબાણી પાસેથી 43,000 કરોડ લેવાના નીકળે છે. અનિલ અઁબાણીએ દેવાળુ્ં કાઢ્યું છે અને હવે સ્પેક્ટ્રમ વેચવા જઇ રહ્યા છે. તમે (સરકાર) 43,000 કરોડ શી રીતે વસૂલ કરવાના છો એ કહો. હાલની મોદી સરકારના વલણથી સુપ્રીમ કોર્ટને આશ્ચર્ય થઇ રહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે અનિલ અંબાણી પોતાની તમામ મિલકતો વેચી નાખે તો તમારી લેણી નીકળતી રકમ તમે કેવી  રીતે વસૂલ કરશો એ સમજાતું નથી. સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ પ્રશ્ન પૂછ્યા બાદ શક્ય છે કે અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ રિઝોલ્યુશન પ્લાનમાં કદાચ કોઇ ફેરફાર કરે. અત્યાર અગાઉ બેન્ક્ર્પ્સી કોર્ટ દ્વારા અનિલને એરસેલ વેચવાની પરવાનગી મળી ચૂકી હતી. પરંતુ એરકોમ દ્વારા આ અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહોતો. અગાઉ એકવાર આ રીતે અનિલ આર્થિક સંકડામણમાં હતા ત્યારે તેના મોટાભાઇ મૂકેશ અંબાણીએ માતબર રકમની મદદ કરી હતી.

જસ્ટિસ અરુણ મિશ્રાના અધ્યક્ષપદે બનેલી ત્રણ જજની બેન્ચે કેન્દ્ર સરકારને અણીયાળો સવાલ પૂછ્યો હતો કે આખરે ન્યાય માટે તમે કેમ કોઇ પગલાં લેવાની તત્પરતા દેખાડતા નથી ? એકવાર અનિલ સ્પેક્ટ્રમ વેચી નાખશે તો તમે લેણી નીકળતી રકમ શી રીતે વસૂલ કરવાના છો. વાત ખરેખર ક્યાં અટકી છે એ કોર્ટને સમજાતું નથી. બેન્ચના અન્ય એક ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર તરત પગલાં નહીં લે તો સ્પેક્ટ્રમને વેચતાં અટકાવી નહીં શકાય.

અનિલ અંબાણીની કંપની આરકોમ અને એરલેસે કહ્યું હતું કે સ્પેક્ટ્ર્મ જ અમારી મુખ્ય એસેટ્સ છે. એ નહીં વેચીએ તો મોનેટાઇઝેશનની અમારી યોજનાનો અમલ નહીં થઇ શકે. એની સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલ કરી હતી કે સ્પેક્ટ્રમ રાષ્ટ્રીય સંપત્તિ છે. એને તમે વેચી શકો નહીં

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube