રાજ્યમાં 2020માં 2315 પુરુષોના અને 264 મહિલાઓના મોત હાર્ટ એટેકથી થયા
ધબકારા વધારતો હાર્ટ એટેકનો આંકડો:ગુજરાતમાં રોજ 7 લોકોના હાર્ટ એટેકથી મોત, દેશમાં 1 વર્ષમાં 14 વર્ષથી નાના 852 બાળકોનાં હાર્ટ એટેક આવ્યો
અમદાવાદએક કલાક પહેલા
રાજ્યમાં 2020માં 2315 પુરુષોના અને 264 મહિલાઓના મોત હાર્ટ એટેકથી થયા
હાલમાં જ સાઉથના સુપર સ્ટાર પુનિત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી કન્નડ એક્ટરના નિધનથી ફેન્સ પણ હજુ અચંબામાં છે. આજના યુવાનોમાં બદલાતી લાઈફસ્ટાઈલ, ખાવા-પીવાની આદતોમાં ફેરફારથી નાની ઉંમરે યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં ગુજરાતમાં કુલ 2579 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જે સરેરાશ રોજના 7 લોકોના મોત થાય છે.
હાર્ટ એટેકથી મોત મામલે ગુજરાત દેશમાં ત્રીજું
તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં 2020 દરમિયાન નોંધાયેલા કુલ 2579 મોતમાંથી 2315 પુરુષોના અને 264 મહિલાઓના મોત થયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને કેરાળમાં અનુક્રમે 11478 અને 3465 લોકોના હાર્ટ એટેકથી મોત 2020માં થયા છે. આ પછી ગુજરાત ત્રીજા નંબરે છે. દેશમાં કુલ 49925 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં પુરુષ 40767 અને સ્ત્રીઓ 9149 હતી.
મેદસ્વિતા, ધૂમ્રપાન અને હાઇ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેકનું જોખમ વધું
યુરોપિયન જર્નલ ઓફ એપિડિમિયોલોજીના રિપોર્ટ પ્રમાણે, મેદસ્વિતા ધરાવતા અને ધૂમ્રપાન કરતાં અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોને સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ 30% વધારે રહે છે. અમેરિકન હેલ્થ એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, બ્લડ પ્રેશર વધે છે તો હૃદય પર અસર થાય છે તેથી સ્ટ્રોકનું જોખમ વધે છે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.