રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ગુજરાતમાં 21 જુલાઇથી શરૂ થયેલો દૈનિક 1 હજારથી વધુ કેસ નોંધાવવાનો ક્રમ જારી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1056 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 72120 થયો છે અને આ પૈકી 10682 કેસ માત્ર ઓગસ્ટના 10 દિવસમાં નોંધાયા છે. હાલ રાજ્યમાં 14170 એક્ટિવ કેસ છે અને 76 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20ના કોરોનાથી મૃત્યુ નોંધાયા હતા, 20 જુલાઇ બાદ ગુજરાતમાં નોંધાયેલો આ સૌથી ઓછો દૈનિક મરણાંક છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20ના કોરોનાથી મૃત્યુ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 176-ગ્રામ્યમાંથી 60 એમ કુલ 236 નવા કેસ નોંધાયા હતા.આમ, સુરતમાં સતત સાતમા દિવસે કોરોનાના દૈનિક કેસનું પ્રમાણ 250થી ઓછું રહ્યું હતું. સુરતમાં હવે કોરોનાના કુલ કેસનો આંક 15461 થયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 133-ગ્રામ્યમાં 11 એમ કુલ 144 નવા કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં 1 ઓગસ્ટ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસ 150થી ઓછા નોંધાયા હતા. વડોદરા શહેરમાં 93 -ગ્રામ્યમાં 15 સાથે કુલ 108, રાજકોટ શહેરમાં 61-ગ્રામ્યમાં 35 સાથે કુલ 96, ભાવનગર શહેરમાં 30-ગ્રામ્યમાં 18 સાથે કુલ 48, જામનગર શહેરમાં 30-ગ્રામ્યમાં 1, ગાંધીનગર ગ્રામ્યમાં 18-શહેરમાં 8 સાથે કુલ 26, જૂનાગઢ ગ્રામ્યમાં 16-ગ્રામ્યમાં 2 સાથે 18 નવા કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં વધુ 1056 વ્યક્તિ કોરોના સંક્રમિત

અન્ય જિલ્લાઓમાંથી અમરેલીમાં 42, કચ્છમાં 32, ગીર સોમનાથમાં 29, મોરબી-પોરબંદરમાં 25, ભરૂચ-સુરેન્દ્રનગરમાં 20, મહેસાણામાં 19, પંચમહાલ-વલસાડમાં 18, ખેડામાં 15 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 8, અમદાવાદમાંથી 4, વડોદરામાંથી 2 જ્યારે ભાવનગર-અમરેલી-મહેસાણા-પોરબંદર-રાજકોટ-તાપીમાંથી 1-1ના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે જ વડોદરા એવો રાજ્યનો ચોથો એવો જિલ્લો છે જ્યાં કોરોનાથી કુલ મરણાંક 100થી વધુ છે. અન્યત્ર અમદાવાદમાં 1637, સુરતમાં 509, રાજકોટમાં 50ના કોરોનાથી મૃત્યુ થયેલા છે.

છેલ્લા 24 કલાકમાં 1138 દર્દીઓ કોરોનાથી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સૌથી વધુ 260 સુરતમાં, 113 અમદાવાદમાંથી, 81 વડોદરા, 56 રાજકોટમાંથી છે. આ સાથે જ ગુજરાતમાં હવે 55276 વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ 4.95 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 29604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કોરોનાના 10 લાખ ટેસ્ટ

તારીખ કુલ ટેસ્ટ
7 મે 1,00,553
29 મે 2,01,481
17 જૂન 3,03,671
4 જુલાઇ 4,04,354
17 જુલાઇ 5,12,000
24 જુલાઇ 6,06,718
29 જુલાઇ 7,13,006
2 ઓગસ્ટ 8,14,335
6 ઓગસ્ટ 9,03,782
10 ઓગસ્ટ 10,17,234

કયા જિલ્લામાં કોરોનાથી વધારે મૃત્યુ

જિલ્લો મૃત્યુ
અમદાવાદ 1637
સુરત 509
વડોદરા 100
રાજકોટ 50
ગાંધીનગર 45
ભાવનગર 29
મહેસાણા 25

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube