• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

ગુજરાતના CM રૂપાણીએ કહ્યું- CRભાઇને પૂછો જ્યારે નીતિન પટેલ કહે “CRભાઇને ય શું ખબર હોય” !

in Politics
ગુજરાતના CM રૂપાણીએ કહ્યું- CRભાઇને પૂછો જ્યારે નીતિન પટેલ કહે “CRભાઇને ય શું ખબર હોય” !

ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૩૨૦ એકરજમીન પોતાની સત્તાનો દુરુપયોગ કરી અન્ય વ્યકિતઓના નામે કરી દેવાનું કૌભાંડ આચરાયું હતું. વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ થયેલા આ કરોડો રૂપિયાના કૌભાંડમાં એડિશનલ કલેકટર સહિત ત્રણ GAS ઓફ્સિરો જેલમાં ગયા છે. જોકે જેમના કાર્યકાળથી આ આખુંય કૌભાંડ આકાર પામ્યું એ તત્કાલીન ચોટીલા મામલતદાર પ્રજ્ઞોશ જાની સામે કોઇ જ કાર્યવાહી થતી નહોતી. રાજકોટ પ્રાંતથી સીધા જ સુરત શહેરમાં પ્રાંત તરીકે ટ્રાન્સફ્ર મેળવનારા આ ડેપ્યુટી કલેકટર સામે પણ ACB તપાસ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાદ સપ્તાહ પૂર્વે મંજૂરી આપી છે. GAS ક્લાસ વન પ્રજ્ઞોશ જાની વિજય રૂપાણી પહેલી વખત ચૂંટણી લડયા ત્યારે તેમના મતક્ષેત્રના ચૂંટણી અધિકારી હતા. પાછળથી તેમને રાજકોટ કલેકટર કચેરીમાં નેક્સ્ટ ટુ કલેકટરની જગ્યાઓ સોંપાઇ હતી. ચોટીલા જમીનકાંડમાં તેમની સંડોવણી સંદર્ભે ACBએ તપાસની મંજૂરી માંગી ત્યારે શરૂઆતને તબક્કે ઝ્રસ્ર્ંમા ફઇલ પડી રહી હતી. આથી, ACB ચીફ કેશવકુમારે બબ્બે વખત રિમાઇન્ડર પાઠવ્યા છેવટે CMને મંજૂરી આપવી પડી છે. મહેસૂલ વિભાગે પ્રજ્ઞોશ જાનીને સુરતથી નવસારીમાં નાયબ ચૂંટણી અધિકારી જેવી સાઇડ પોસ્ટ ઉપર મૂકી દીધા છે. હવે તેમની સામે ખરેખર તપાસ થાય છે કે ભર્યા તળાવમાંથી કોરા કાઢવાની વિધિ તેના ઉપર સૌની નજર છે.

કોંગ્રેસમાં ધોકા પછાડનાર પૂર્વ ધારાસભ્ય અક્ષયે ભાજપમાં ટિકિટ માટે છત્રી પકડી

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવાના સોદામાં અધવચ્ચે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપ ભેગા થયેલા અનેક કોંગ્રેસીઓ ઢીલા ઢસ થઇ ગયા છે. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ધોકો પછાડી સરકારમાંથી કામ કઢાવનારાઓને હવે ભાજપમાં કોઇ ગણતુંય નથી. આવી જ હાલત કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલની થઇ છે. કમળછાપ ખેસ પહેર્યા પછી ભાજપના જ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ સહિત આખુ સંગઠન પેરાશુટનો વિરોધ કરી રહ્યું છે. તેવામાં ભાજપની ટિકિટ મળશે કે કેમ ? તે નક્કી નથી. સ્થાનિક વિરોધ વચ્ચે પોતાનુ પાકું કરવા તેમણે સ્વર્ણિમ સંકુલમાં આંટાફ્રા વધાર્યા છે. શુક્રવારે વિસ્તારમાં લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર વરસાદી છાંટો ન પડે એટલે પૂર્વ ધારાસભ્ય અક્ષય છત્રી પકડીને પાછળ ર્ફ્યા હતા.

રૂપાણીએ કહ્યું CRભાઇને પૂછો જ્યારે નીતિન પટેલ કહે “CRભાઇને ય શું ખબર હોય” !

ભાવનગરમાં કોરોના સંદર્ભની પ્રેસ કોન્ફ્રન્સમાં CM રૂપાણીને પત્રકારોએ રાજસ્થાનથી આવેલા ભાજપના ધારાસભ્યો સંદર્ભે પૃચ્છા કરી તો તેમણે “અત્યારે એ વિષય નથી. CR (પાટીલ)ને, CRભાઇને પૂછો” એમ કહીને પોતે બેખબર હોવાનો સંકેત આપ્યો હતો. તો એથી આગળ વધીને ડે.સીએમ નીતિન પટેલ “CRભાઇને ય શી ખબર હોય” કહી ચાલતી પકડી હતી. પૂર્વ પ્રમુખ વાઘાણીની હાજરીમાં આ બેઉ મુખિયાના ઉદ્દગારોથી રાજસ્થાનના MLAના ગુજરાતમાં રિસોર્ટ, મંદિર પોલિટિક્સથી પ્રદેશના નેતાઓ બેખબર હોવાનું છતું થયું છે.

ખાનગી લેબોરેટરીમાં એન્ટિજન ટેસ્ટ ન થાય તેમાં કયા IASને શું રસ છે?

કોરોના વાઈરસ છે કે નહીં તે જાણવા માટે AMCએ ૧ જુલાઈથી હેલ્થ સેન્ટરોમાં એન્ટીજન ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. ગળામાંથી સેમ્પલ લઈને ૧૦ મિનિટમાં જ રિપોર્ટ આપી દેવાય છે. સરળતાથી થઈ શકતા આ ટેસ્ટ માટેની કિટની કિંમત ૭૦૦થી૮૦૦ રૂપિયાની જ છે. એટલે કે દર્દીને ૧૧૦૦થી૧૨૦૦ રૂપિયામાં આ ટેસ્ટ થઈ શકે છે. જ્યારે RT-PCR ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં દર્દી પાસેથી ૨૫૦૦ લેવામાં આવે છે. પરંતુ સરકારે ખાનગી લેબમાં એન્ટિજન ટેસ્ટની મંજૂર આપી નથી. શા માટે ખાનગી લેબમાં એન્ટિજન ટેસ્ટની મંજૂરી નથી અપાતી?  જેના સંદર્ભમાં એવી ચર્ચા છે કે જો આ ટેસ્ટ માટેની છૂટ આપવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો એન્ટિજન ટેસ્ટ કરાવી લે. જેથી પોઝિટિવ દર્દીઓની સાચી અને મોટી સંખ્યા પણ બહાર આવા જાય. જોકે એક સિનિયર આઇએએસ અધિકારીની સલાહની આધારે સરકાર પોઝિટિવ કેસના મોટા આંકડા બહાર આવે એમ ઇચ્છતી ન હોવાથી આવી રણનીતિ અપનાવાઇ છે.

બાબુઓ, મંત્રીઓ તેમજ નેતાઓના મોબાઈલ ફોન પણ સર્વેલન્સ હેઠળ

તાજેતરમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રીઓ એક ઓડિયો રેકોર્ડિંગ જારી કર્યુ હતું. જેમાં કેન્દ્રના એક મંત્રી રાજસ્થાનની સરકારને તોડી પાડવા માટેની વાતચીત કરતા હતી. ગુજરાત સરકારે પણ આ જ રીતે કેટલાય IAS અધિકારીઓ, મંત્રીઓ તેમજ ભાજપ-કોંગ્રેસના ટોચના નેતાઓના મોબાઈલ ફોનને સર્વેલન્સ ઉપર મૂકી દીધા છે. ઉપરાંત મીડિયા જગતનાં કેટલાક ધૂરંધરોના ફોન પર પણ વોચ છે. આ બાબતની જાણ ધીમેધીમે બધાને થઈ રહી છે. જેથી મોટાભાગના IAS અધિકારીઓ, મંત્રીઓ તેમજ નેતાઓ અને આગેવાનો મોબાઈલ ફોન પર વાતચીત કરતા ડરી રહ્યાં છે. અન્ય રાજકીય કે કોઈપણ સંવેદનશીલ વાતો કે મહત્ત્વની માહિતીની આપ-લે કરવાની હોય તો તેઓ વોટ્સ એપ, સિગ્નલ, ગૂગલ, ટેલિગ્રામ પર જ વાતચીત કરે છે. જેમની પાસે આઈ ફોન છે તેઓ આવી વાતચીત માટે ફેસટાઈમનો ઉપયોગ કરે છે. આ રીતે ફોન કરવાથી ફોનનું રેકોર્ડિંગ કરી શકાતું નથી

IAS દિલીપ રાણા ફાઈલોમાં સહી કરવા અધિકારીઓને ગાંધીનગર બોલાવે છે

IAS દિલીપ રાણા પાસે આદિજાતિ કમિશનર, ગાંધીનગરનો પણ ચાર્જ છે. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકેની તેમની ડયૂટી હોવા છત્તા તેઓ અહીં આવવાનું પસંદ કરતા નથી. તેમના વિભાગની નાના મોટા કામોની વિવિધ ફાઈલોમાં સહી કરવા માટે તેઓ અમદાવાદથી અધિકારીઓને ગાંધીનગર બોલાવે છે. એટલુ જ નહી તેઓ પશ્ચિમ ઝોનની પોતાની ઓફિસે મીટિંગ રાખવાને બદલે ઘણી બેઠકો સરકીટ હાઉસમાં રાખે છે. તેમની કામ કરવાની આવી નીતિને લીધે અનેક અધિકારીઓ નારાજ થયા છે.

પોતાની BMWમાં બેસતાની સાથે જ મંત્રી જ્યેશ રાદડિયાએ માસ્ક ઉતારી નાખ્યો

કેબિનેટ મંત્રી જયેશ  રાદડીયાને તેમના પિતા વિઠ્ઠલભાઈનો રાજકીય તથા આર્થિક વારસો મળ્યો છે. નિયમો પ્રમાણે મંત્રી તરીકે તેમને પણ સરકારી ઈનોવા ગાડી મળે છે. પરંતુ તેઓએ તે લીધી નથી. તેઓ પોતાના વતન જેતપુરથી ગાંધીનગર આવવા માટે પોતાની ૪૪૪૪ નંબરની લક્ઝુરિયસ BMW કારનો જ ઉપયોગ કરી રહ્યાં છે. ગત અઠવાડિયે તેઓ માસ્ક પહેરીને ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ૧ની બહાર ઉભેલી પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેસી ગયા હતા. કારની પાછળની સીટમાં તેમનો સિક્યુરિટી જવાન અને અન્ય એક વ્યક્તિ બેઠા હતા. ગાડીનો દરવાજો બંધ થતા જ જયેશે પોતાના મોઢા પરનો માસ્ક કાઢી નાખ્યો હતો. આ જ સમયે એક સિનિયર IAS અધિકારી ત્યાંથી પસાર થયા હતા. તેમને આ જોઈ લીધં હતું.ત્યાર બાદ બાબુઓ એવી ચર્ચા કરી રહ્યાં છે કે આપણા મંત્રીઓ જ નિયમોનો ભંગ કરે છે. તેઓ સુધરવાના નથી. તો પછી માત્ર સામાન્ય લોકોને જ આપણે દંડ ફટકારીએ તે વાજબી નથી.

પાટિલનાં નેતૃત્વમાં ભાજપના સંગઠનમાં મહિલાઓને સ્થાન મળવાની આશા

ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાતો કરીને વોટ બેન્કની રાજનીતિ કરે છે. વાસ્તવમાં ભાજપ પોતાના સંગઠનમાં પણ મહિલાઓનું સન્માન જળવાઈ રહે એ રીતનું સ્થાન અપાતુ નથી. જોકે વડાપ્રધાન મોદીએ પોતાના મંત્રી મંડળમાં મહિલાઓને સ્થાન આપીને અન્ય નેતાઓને સંદેશ આપ્યો હોવા છતાં અત્યાર સુધી ભાજપ સંગઠનના કિસ્સામાં તેનુ અનુકરણ ગુજરાતમાં કરાયું નથી. રાજ્યમાં પણ સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપીને સરકારે સારો મેસેજ આપ્યો હતો પરંતુ ભાજપના સંગઠનમાં માત્ર મહિલા મોરચામાં જ નિમણૂકો થાય છે. પરંતુ મુખ્ય ગણાતા પ્રદેશ સંગઠનમાં પ્રદેશ પ્રમુખ, મહામંત્રી કે પ્રદેશ ઉપ પ્રમુખ જેવા હોદ્દાઓ પર નિમણૂક થતી નથી. હવે એક બિનગુજરાતી અને પીએમ મોદીના ખાસ વિશ્વાસુ નેતાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી છે ત્યારે મહિલાઓને પણ પ્રદેશના સંગઠનમાં સ્થાન મળશે એવી ચર્ચા શરૂ થઈ છે.

મંત્રી પુરુષોત્તમ સોલંકી કેબિનેટમાં સતત ગેરહાજર, મંત્રી પદેથી હટાવવા જોઈએ

રાજ્ય કક્ષાના બાહુબલી મંત્રી પુરુષોત્તમ સોલંકી છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાઈ રહ્યાં છે. તેઓએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા પછીથી ગાંધીનગરમાં દેખાતા જ નથી. કેબિનેટની બેઠકમાં પણ તેઓ સતત ગેરહાજર રહે છે. લોકો તેમને મળી શકતા નથી તેમના ખાતાના કામો માટે લોકો હેરાન થઈ રહ્યાં છે. કોઈ બોર્ડ નિગમ કે અન્ય સત્તામંડળ હોય અને હોદેદાર જો ત્રણ બેઠકમાં સતત ગેરહાજર રહે તો તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે. તો પછી મંત્રી સોલંકીને પણ મંત્રીપદ પરથી હટાવવા જોઈએ એવી ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા
Politics

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા

AAPના ઘણા MLA સંપર્કથી બહાર, નેતાએ કહ્યું- 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો
Politics

AAPના ઘણા MLA સંપર્કથી બહાર, નેતાએ કહ્યું- 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો

Politics : BJP છોડવાની અટકળો પર નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ
Politics

Politics : BJP છોડવાની અટકળો પર નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ

AAPના ધારાસભ્યોને તોડવા માટે BJPએ 800 કરોડ રૂપિયા રાખ્યા છે, કેજરીવાલનો આરોપ
Politics

AAPના ધારાસભ્યોને તોડવા માટે BJPએ 800 કરોડ રૂપિયા રાખ્યા છે, કેજરીવાલનો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: